Cli
ગુજરાતના સ્ટાર વિક્રમ ઠાકોર અને રાકેશ બારોટ ગમન સાંથલ ના ઘેર પહોંચ્યા, ભુવાજીએ હોશભેર કર્યું સ્વાગત...

ગુજરાતના સ્ટાર વિક્રમ ઠાકોર અને રાકેશ બારોટ ગમન સાંથલ ના ઘેર પહોંચ્યા, ભુવાજીએ હોશભેર કર્યું સ્વાગત…

Breaking

ગુજરાતમાં લોકસિગંરો વચ્ચે પરસ્પરની મૈત્રીભાવના થી સૌ કોઈ પરીચીત છે એકબીજા કલાકારો એકબીજાને ત્યાં કોઈ પણ પ્રસંગ હોય ત્યાં ઉપસ્થિત થતા જોવા મળે છે સામાન્ય પરિવારથી પ્રસિધ્ધિ મેળવનાર ઘણા બધા એવા પણ કલાકારો છે જેઓ હંમેશા પોતાના મિત્રોને ભૂલતા નથી એ જ લિસ્ટમાં સામેલ છે ગમન સાંથલ અને.

વિક્રમ ઠાકોર બંને કલાકાર ખૂબ જ સંઘર્ષ સમય જીવંત થકી આગળ આવેલા છે એ વચ્ચે તાજેતરમાં લોકપ્રિય સિંગર ગમન સાંથલ ના ઘેર દિપોમાં અને ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા નો સુંદર અવસર યોજવામાં આવ્યો હતો ગમન સાંથલ માતાજી પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે અને તેઓ દિપો માના ઉપાસક છે તેઓ હંમેશા પોતાન.

શુભ કાર્ય ની શરૂઆત માતાજીના આશીર્વાદ મેળવીને જ કરે છે ધાર્મિક લાગણીઓને તેઓ હંમેશાં સર્વોપરી માને છે એક સમયે તેઓ સામાન્ય ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા તો હાલ તેઓ પોતાના સુખી વૈભવી જીવન માટે માતાજીને જ જવાબદાર માને છે આ શુભ અવસરે લોકચહીતા ગુજરાતી ફિલ્મ.

અભિનેતા સિંગર વિક્રમ ઠાકોર અને સિંગર રાકેશ બારોટ પોતાના મિત્ર ગમન સાંથલ ના ઘેર આવી પહોંચ્યા હતા. માતાજીના આશીર્વાદ મેળવી તેમને ભુવાજીના ઘેર માતાજી ના પ્રસાદ સ્વરૂપે ભોજન પણ કર્યું હતું વિક્રમ ઠાકોર અને રાકેશ બારોટનું ગમન સાંથલે માથામાં તીલક કરી અને સાલ ઓઢાડી ને સન્માન કર્યુ હતું.

એકબીજા ને ભેટી ને આ કલાકારો એ ખુશી વ્યક્ત કરી હતી માતાજી ના રુડા અવસરે વિક્રમ ઠાકોરે ધન્યતા અનુભવી હતી રબારી સમાજ ના આગેવાનો અને માતાજીના ઉપાસકો માતાજી ના પ્રાણપ્રતિષ્ઠા ના આ શુભ પ્રસંગે હાજર રહ્યા હતા જ્યારે આ પહેલા જીગ્નેશ કવિરાજ જેવા કલાકારો પણ ગમન સાંથલ ના.

ઘેર આવી માતાજી ને નતમસ્તક વંદન કરી આર્શીવાદ મેળવી ચુક્યા છે એ વચ્ચે તાજેતરમાં વિક્રમ ઠાકોર સાથે રાકેશ બારોટ આવતા ભુવાજી ખુબ ખુશ જોવા મળતા આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી ત્રણ સીતારાઓ એક સાથે જોતા ચાહકો એ ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *