Cli

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતી બાપુએ લોકોને શું વિનંતી કરી?

Uncategorized

ભારત સહિત 20 દેશો કરતાં પણ વધારે દેશોમાં ઈવીએમ મશીન દ્વારા ઇલેક્શન થાય છે આજે ગુજરાતમાં પાલિકા અને પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે એક સામાન્ય નાગરિક અને જાગૃત મતદાતા તરીકે ગુજરાતના પાંચ કરોડ મતદાતા ભાઈ બહેનોને મારી કરબદ્ધ વિનંતી છે કે એવા ઉમેદવારને મત આપજો જે સ્વાસ્થ્ય શિક્ષણ અને રોજગારને પ્રાયોરિટી આપતો હોય જે રોટી કપડા મકાન અને ગટર પાણીને લાઈટને પ્રાયોરિટી આપતો હોય જે ગરીબી મોંઘવારી ભ્રષ્ટાચાર અને સમાજમાં થતા અન્યાયને દૂર કરવા માટે પ્રયાસરત હોય એવા ઉમેદવારને મત આપજો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દરેક પક્ષ પોતાની તરફેણમાં માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

ત્યારે મહામંડલેશ્વર ઋષિભારતી બાપુએ લોકોને વિડીયો બનાવીને અપીલ કરી છે કે જે ઉમેદવાર રોટી કપડા અને શિક્ષણ માટે કામ કરતો હોય તેવા ઉમેદવારોની પસંદગી કરજો. એવા લોકોની પસંદગી ના કરતા કે જે એક સમાજને બીજા સમાજની સામે લાવી વર્ગ વિગ્રહની સ્થિતિનું નિર્માણ કરે તો આજે આપણે આ વીડિયોમાં જાણીશું ઋષિભારતી બાપુની અપીલ વિશે જેનાથી રાજકારણમાં ગરમાઓ આવી ગયો છે. નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ. મહામંડલેશ્વર ઋષિભારતી બાપુનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાનને લઈને લોકોને અપીલ કરી છે જેના કારણે રાજકારણમાં ગરમાઓ આવી ગયો છે.

ઋષિભારતી બાપુએ કહ્યું છે કે આવનારા સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતના એક મતદાતા અને જાગૃત નાગરિક તરીકે મારી તમામ મતદાતાઓને વિનંતી છે કે એવા ઉમેદવારને મત આપજો જે સ્વાસ્થ્ય શિક્ષણ અને રોજગારને પ્રાયોરિટી આપતો હોય આ ઉપરાંત જે રોટી કપડા મકાન અને ઘટરને પ્રાયોરિટી આપતો હોય પરંતુ જે માત્રને માત્ર આસ્થાના નામે ખીલવાડ કરતો હોય ખોટા દેશભક્તિના નામે દોડ કરતો હોય જ્યાં જરૂર ના હોય ત્યાં ભારત પાકિસ્તાન આતંકવાદ હિન્દુ મુસલમાન જેવા મુદ્દાઓને લાવીને મૂળભૂત મુદ્દાઓથી ભ્રમિત કરવાના પ્રયાસ કરતા હોય તેવા ઉમેદવારોને ક્યારેય મત ના આપશો તો આવો સાંભળીએ મહામંડલેશ્વર ઋષિભારતી બાપુએ શું કહ્યું છે?

જય ભારત મિત્રો આજે વાત કરવી છે ચૂંટણી વિશે વિશ્વના 100 કરતાં પણ વધારે દેશોમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી થાય છે ભારત સહિત 20 દેશો કરતાં પણ વધારે દેશોમાં ઈવીએમ મશીન દ્વારા ઇલેક્શન થાય આજે ગુજરાતમાં પાલિકા અને પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે એક સામાન્ય નાગરિક અને એક જાગૃત મતદાતા તરીકે ગુજરાતના પાંચ કરોડ મતદાતા ભાઈ બહેનોને મારી કરબદ્ધ વિનંતી છે કે એવા ઉમેદવારને મત આપજો જે સ્વાસ્થ્ય શિક્ષણ અને રોજગારને પ્રાયોરિટી આપતો હોય જે રોટી કપડા મકાન અને ગટર પાણીને લાઈટને પ્રાયોરિટી આપતો હોય જે

ગરીબી મોંઘવારી ભ્રષ્ટાચાર અને સમાજમાં થતા અન્યાયને દૂર કરવા માટે પ્રયાસરત હોય એવા ઉમેદવારને મત આપજો પરંતુ જે માત્રને માત્ર આસ્થાને નામે ખીલવાડ કરતો હોય ખોટા દેશભક્તિના નામે ડોળ કરતો હોય અને જ્યાં વિસ્તારમાં જરૂર ન હોય ત્યાં ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ કે આતંકવાદના મુદ્દાઓ લાવીને મૂળભૂત મુદ્દાઓથી દૂર કરીને ભ્રમિત કરવાના પ્રયાસ થતા હોય એવા ઉમેદવારને ક્યારેય મત ના આપશો જે ભ્રષ્ટ અને ક્રિમિનલ હોય અને જે ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને માત્ર 200 રૂપિયાની દારૂની કોથળી કે બુંદી ગાંઠિયા ખવડાવી અને ભોળા લોકોના મતદાન લેવાના હીન પ્રયાસો કરતા હોય એવા નાલાયક ઉમેદવારોને ક્યારેય મત ના આપશો પરંતુ જે પાત્ર લાયકાત અને પ્રામાણિક હોય એવા ઉમેદવારને મત આપજો જે ઉમેદવાર વિજેતા બન્યા પછી જેમ અત્યારે તમારા મત માટે ઘરે ઘરે વિનમ્ર બનીને આવે છે ત્યારે પણ તમારા એક ફોનથી કે એક ધક્કો ખાવાથી તમારા વિસ્તારની સમસ્યા દૂર કરવા માટેની લાયકાત ધરાવતા હોય

એવા ઉમેદવારને મત આપજો નહીંતર જેમ હરિદ્વાર મામો ગંગામાં ડૂબકી લગાવવા જાય અને બનાવટી ભાણો આવી અને મામાની વસ્તુ ચોરી જાય અને પછી પાંચ વર્ષ પછી પાછો આવે અને કહે મામા મને ઓળખો તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનું ધ્યાન રાખજો હસ્તુ જય ભારત તો ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યાર પછી આવશે 2027 માં વિધાનસભાની ચૂંટણીઓ આ તમામ જે ચૂંટણીઓ થવા જઈ રહી છે તે અલગ અલગ જાતિઓના છત્ર નીચે લડાય તેવી સંભાવના છે કેમ કે થોડાક સમય અગાઉ ઠાકોર સમાજે એક થઈને જે રીતે બંધારણની રચના કરી આ પછી રબારી સમાજ દ્વારા બંધારણની રચના કરવામાં આવી આ પછી સૌરાષ્ટ્રમાં જે રીતે બગદાણાની બબાલના કારણે કોડી સમાજ એક થયો આ પછી સામે આહિર સમાજ પણ એક થયો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં આ ચૂંટણીઓમાં જાતિવાદ આવી રહેશે અને હવે તો એવી સ્થિતિ બની ગઈ છે કે જ્યારે પણ કોઈ અપરાધી કોઈ ગંભીર ગુનામાં પકડાય છે ત્યારે પણ લોકો તેની જાતિની ચર્ચા તેના ગુના કરતા કરતા વધારે કરતા હોય છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *