બોલીવુડના જાણીતા અભિનેતા ગોવિંદા હંમેશાં પોતાના સ્ટાઈલ અને સ્માર્ટ લુક માટે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમની પર્સનલ લાઈફમાં મોટો વળાંક આવ્યો છે. પત્ની સુનિતા આહુજાએ છુટાછેડાનો કેસ ફાઇલ કર્યા બાદ, સૌની નજર ગોવિંદા પર હતી કે હવે તેઓ ક્યાં અને કેવી રીતે જાહેરમાં દેખાશે.
આ વાટોચીત દરમ્યાન પહેલીવાર ગોવિંદા એરપોર્ટ પર જોવા મળ્યા. હળવા સ્મિત સાથે કેમેરા સામે પોઝ આપતા તેમણે પોતાને હંમેશાની જેમ કૂલ લુકમાં પ્રેઝન્ટ કર્યા.
વ્હાઇટ જીન્સ, કેઝ્યુઅલ શર્ટ અને સ્ટાઈલિશ ગોગલ્સમાં ગોવિંદા સંપૂર્ણ રીતે એવરગ્રીન સ્ટાર દેખાયા.જ્યારે મીડિયા તરફથી તેમને છુટાછેડા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે ગોવિંદાએ કોઈ જવાબ આપ્યો નહીં અને શાંતિપૂર્વક આગળ વધી ગયા.
તેમ છતાં તેમના ચહેરા પરનો કૉન્ફિડન્સ અને સકારાત્મકતા દર્શાવે છે કે તેઓ આ પરિસ્થિતિને શાંતિથી હેન્ડલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.ફેન્સની પ્રતિક્રિયા:ગોવિંદાના ફેન્સે સોશિયલ મીડિયા પર તેમને મજબૂત રહેવાની સલાહ આપી અને તેમની હિંમતની પ્રશંસા કરી. ઘણા ફેન્સે લખ્યું કે, “ગોવિંદા હંમેશા અમારા દિલના હીરો રહેશે, ભલે પર્સનલ લાઈફમાં શું ચાલે.”