સાચો શિક્ષક એ જ કહેવાય જે કોઈપણ ખરાબ પરિસ્થતિ માં પણ પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું ન ચૂકે.હાલમાં એક આવા જ સાચા શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
સામાન્ય રીતે તમે ભણાવતા હોય અને કોઈ પ્રાણી તમારા વર્ગમાં આવી જાય તો તમે તે પશુને બહાર નીકળવા પ્રયત્ન કરશો અને તેના બહાર નીકળ્યા પછી જ વિદ્યાર્થીઓને ભણાવવા પર ધ્યાન આપશો.
પરંતુ હાલમાં એક ગામની શિક્ષિકાએ પરિસ્થતિનો સદુપયોગ કરી પોતાની ફરજ કઈ રીતે નિભાવવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હાલમાં એક શાળાના વર્ગખંડ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિક્ષિકા બાળકોને ભણાવી રહી છે તે સમયે ચાલુ વર્ગમાં જ એક બકરી વર્ગખંડમાં આવી જાય છે.
સામાન્ય રીતે આવા સમયે શિક્ષિકા બાળકોને બકરી ને બહાર નીકળવા કહેતા જોવા મળતા હોય છે. પરંતુ આ શિક્ષિકા આ પરિસ્થતિનો ફાયદો ઉઠાવતા જોવા મળ્યા છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે શિક્ષિકા બકરીને જોતા જ બાળકોને બકરી વિશે માહિતી આપવાનું શરુ કરી દે છે.
તે બાળકોને પૂછે છે કે બકરીના કાન કેટલા છે?તેનો રંગ કેવો છે?કહેવાય છે ને જેને ફરજ નિભાવવી જ છે તેને કોઈ રોકી નથી શકતું.જો કે આ વીડિયો ક્યા ગામનો છે તે અંગે માહિતી નથી.સાથે જ વીડિયો સાચો છે કે નહિ તે અંગે પણ કોઈ પુષ્ટિ થઇ નથી.