કાલ રાત્રે એક રોડ અક્સમાતમાં એક્ટર દીપ સિધૂનુ નિધન થઈ ગયું સીધૂ પોતાની સ્કોર્પિયો કાર લઈને દિલ્હીથી પંજાબ પાછા ફરી રહ્યા હતા ત્યારે હરિયાણામાં કુંડલી માણેસર પલવલમાં એક ટોલનાકા પાસે એમની કાર સીધા ટ્રકમાં જઈને ઘુસી ગઈ દુર્ઘટના એટલી ભયાનક હતી કે કારના કચ્ચરઘાણ વળી ગયા.
દુર્ઘટના સમયે સિધૂની ગર્લફ્રેન્ડ રિના રાય પણ હતી નવાઈની વાત એછે કે રીનાના શરીર પર એક ખરોચનું નિશાન પણ ન આવ્યું 14 ફેબ્રુઆરીએ સિધુએ રિયા સાથે વેલેનટાઈન સેલેબ્રીટ કર્યો હતો આ મોકા પર સિધુ બહુ ખુશ હતા પરંતુ સિધુને શું ખબર કે તેના એક દિવસ બાદ તેઓ આ રીતે દુનિયા છોડીને ચાલ્યા જશે.
આ દુર્ઘટના પર કેટલાય લોકો સવાલ પર ઉભા કરી રહ્યા છે કારણ કે સીધુ ખેડૂત આંદોલનમાં એક મોટો ચહેરો બનીને બહાર આવ્યા હતા ગયા વર્ષે 26 જાન્યુઆરીએ લાલ કિલાં પર હિંસા થઈ હતી ત્યારે સીધુ પર હિં!સા ભ!ડકાવવાનો આરોપ લાગ્યો હતો અહીંથી જાણીતો બનેલો ચહેરો પંજાબમાં રાજનીતિમાં સારું નામ બની ગયું હતું.
સિંધુનું મોટા રાજનેતોએ સાથે ઉઠવું બેસવું થઈ ગયું હતું તેના કારણે તેઓ કેટલાય લોકોની આંખોમાં ખટકી રહ્યા હતા સિંધુના નિધનની તપાસ હાલ પોલીસ કરી રહી છે સિધુનુ નિધન થતા પંજાબમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને સાથે ખેડૂતોને પણ એમના નિધનથી બહુ દુઃખ થયું છે સીધૂની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.