સમગ્ર ગુજરાતમાં શિવરાત્રીનો અનોખો માહોલ જોવા મળે છે આ વચ્ચે આવી ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જુનાગઢ ભગવાન શિવની આરાધના કરવા માટે પહોંચી ગયા છે ભવનાથનો મેળો ખૂબ જ મહત્વ ધરાવે છે જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે તો સાધુ સંતો પણ પોતાની તપસ્યા થી બહાર આવીને ભક્તોને દર્શન આપતા જોવા મળે છે.
એ વચ્ચે ગુજરાતી ડાયરાના સુપ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી પણ જુનાગઢ પહોંચી અને યજ્ઞ હવન કરી રહ્યા છે ભગવાન શિવની આરાધના સાથે બમ બમ ભોલે નો જય જય કાર જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં ગુજરાતમાં ભુવાજી તરીકે ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર ગુજરાતી સિંગર ગમન સાંથલ પોતાના પરિવારજનો.
સાથે સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તેઓ પોતાની પત્ની સાથે ગળામાં ભગવા રંગનું વસ્ત્ર નાખીને ભક્તિના ભાવ સાથે મસ્તક વંદન કરતા જોવા મળે છે સામે આવેલી તસવીરોમાં ગમન સાંથલ તેમની પત્ની સાથે મંદિરના સાનિધ્યમાં જોવા મળે છે તેમને પોતાની.
પત્ની સાથે શિવલિંગ પર દૂધ અભિષેક કરી અને ભગવાન શંકરને રિઝવ્યા હતા સામે આવેલી તસવીરોમાં તેઓ પોતાના પરિવારજનો સાથે દર્શન કરતાં જોવા મળે છે આ સુંદર તસવીરોને તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા સુંદર મજાનું કેપ્શન લખ્યું છે ભુવાજીએ લખ્યું છે કે હર હર મહાદેવ ગઈકાલે.
સોમનાથ મંદિર ખાતે ભગવાન ભોળાનાથ ના મંદિરમાં પરિવાર સાથે દાદા ની ધજા ચડાવી પૂજા કરી અને ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ મેળવ્યા તો ભગવાન શિવ માટે માથે ઊંચકીને પ્રસાદ પણ લાવ્યા હતા અને આ તસવીરોને તેમને શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી ગમન સાંથલ ભક્તિ ભાવ માં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે.
તેમને તાજેતરમાં પોતાના ઘેર દિપો મા અને ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને મંદિર બનાવ્યું હતું જ્યારે એક સમયે ગમન સાંથલ પાસે કાંઈ જ નહોતું તેઓના પિતાનું દેહાંત થતાં તેમના માથે ઘરની જવાબદારી આવી હતી અને તેઓ અમદાવાદમાં એક ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.
તેમનો પગાર એ સમયે માત્ર 3હજાર રૂપિયા હતો અને આજે તેઓ કરોડોની સંપત્તિના માલિક છે તેમની પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ સાથે આલીશાન બંગલો છે તેઓ પોતાની સફળતા માટે માં દિપો ને જવાબદાર માને છે તેઓ માતાજીના પરમ ઉપાસક છે જેના કારણે તેમનું નામ ભુવાજી તરીકે પણ લોકોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે.
ગુજરાતમાં તેઓ પોતાના રેકડી ના અંદાજમાં અને શું મધુર કંઠે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેમના ગીતો સાંભળવા લોકો ખૂબ જ પસંદ કરે છે તેઓ આજે વિવિધ જગ્યાએ ડાયરાના પ્રોગ્રામો થકી એક સફળ કલાકાર તરીકે લોકચહીતા બન્યા છે સામે આવેલી તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ભુવાજીની આ તસવીરો પર લાઇક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.