કહેવાય છે ને કે કોઈપણ વ્યવસાયમાં ટકી રહેવું હોય તો પોતાની નિષ્ફળતા ને ભૂલીને બીજની સફળતાના વખાણ કરવામાં જ સમજદારી હોય છે હાલમાં કરણ જોહરની પણ આવી જ કઈ સ્થતિ જોવા મળી રહી છે.બોલિવુડમાં રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતા કરણ જોહરની ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમકહાની કેટલી ખરાબ રીતે ફ્લોપ ગઈ છે એ તો તમે જાણતા જ હશો.એટલું જ નહિ પાછલા કેટલાક વર્ષોમાં કરણ જોહરની જે બદનામી થઈ છે તે પણ તમને યાદ હશે જ.
એવામાં મરતા ક્યા ન કરતા જેવી સ્થતિ ઊભી થતા કરણ જોહર જે ભાગ્યે જ કોઈ ફિલ્મના વખાણ કરતા હોય છે તેમને ગદર -૨ ફિલ્મની સફળતા અંગે ખુશી વ્યક્ત કરી છે એક ઇવેન્ટ દરમિયાન ગદર-૨ વિશે વાત કરતા કરણ જોહોરે કહ્યું વર્ષ ૨૦૦૧માં ગદર ફિલ્મે ખૂબ સફળતા મેળવી લોકોના દિલ જીત્યા હતા અને હાલમાં ૨૦૨૩માં ગદર-૨ ફરી એ જ જાદુ કરી રહી છે તેમને કહ્યું કે હું સિંગલ સ્ક્રીન માટે ખુશ છું.સિંગલ સ્ક્રીન પર ફિલ્મ જોવા ફરી લોકોની ભીડ ઉમટી રહી છે.
કરણે કહ્યું કે પાછલા સમયમાં જે ફિલ્મો સફળ રહી તે એક મજબૂત અને સારા વિષય પર બનેલી ફિલ્મ હતી અને હું ખાતરી આપું છું કે હવે બોલિવુડમાં આ પ્રકારની જ ફિલ્મો બનશે જે દર્શકોની લાગણી તેમની સંવેદના ને સ્પર્શે.લોકોને આવી ફિલ્મ વધુ ગમે છે પાછલા કેટલાક સમયમાં આપણે બોલીવુડ માટે ઘણી વાતો સાંભળી છે પરંતુ હવે લોકો ફરી થિયેટર તરફ પાછા વળી રહ્યા છે. તે લોકો સાથે બેસીને ફિલ્મ જોવાની મજા માણવા માંગે છે વાત કરીએ ફિલ્મ ગદર-૨ અંગે તો આ ફિલ્મ અત્યાર સુધીમાં ૩૦૦ કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે.બીજી તરફ ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમકહાની ફિલ્મ પોતાના બજેટ થી અડધું પણ કમાય શકી નથી.