મલાઈકા અરોડા સાથે લગ્નની વાત પર પહેલીવાર અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી છે અર્જુન કપૂર અને મલાઈકા અરોડા લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને હાલમાં હબર આવી છેકે આ વર્ષના અંતમાં એટલે કે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં બંને લગ્નના બંધનમાં બાંધવાના છે અને એ પણ કહેવાઈ રહ્યું છેકે લગ્નમાં માત્ર પરિવાર વાળા અને.
નજીકના મિત્રો જ સામેલ રહશે અને લગ્ન બાદ બંને વેડિંગ પાર્ટી પણ આપશે જેમાં ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર અને એમના મિત્રો સામેલ થશે પરંતુ હવે તેના વચ્ચે અર્જુન કપૂરે પોતાની પ્રતિક્રિયા આપી છે અર્જુન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખતા કહ્યું કે બહુ સારું લાગી રહ્યુંછે એ જોઈને કે મારા જીવન વિશે બધાને મારા કરતા વધુ ખબર છે.
અર્જુન કપૂરની આ પોસ્ટ જોઈને બધા કહી રહ્યા છેકે આ એમની લગ્નને લઈને પ્રતિક્રિયા છે આમ પણ અર્જુન કપૂર પોતાના વિશે કંઈપણ ખબર આવે તો તેઓ ખુદ તેના પર પ્રતિક્રિયા આપે છે એમના લગ્નની ખબર કેટલી સાચી અને કેટલી ખોટી તેના પર તો ખુદ અર્જુન ચોખવટ ન કરે ત્યાં સુધી એમના ફેન્સને એમના ઓફિસિયલ જાહેરાતની રાહ જોશે.