Cli
લોકગાયક જીગ્નેશ કવિરાજ ની પણ હવે રાજકારણમાં એન્ટ્રી, કહ્યું મારા ગામનો વિકાસ નથી થયો એટલે હવે હું...

લોકગાયક જીગ્નેશ કવિરાજ ની પણ હવે રાજકારણમાં એન્ટ્રી, કહ્યું મારા ગામનો વિકાસ નથી થયો એટલે હવે હું…

Breaking

ગુજરાતી સુપરસ્ટાર સિંગર જેમને પોતાના અવાજથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને આજે સમગ્ર ગુજરાતમાં તેમની ખૂબ જ નામના છે એવા જીગ્નેશ કવિરાજ રાજકારણમાં ઉતરવા માટે તૈયાર થયા છે 2022 ની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે નેતાઓ વિધાનસભા ની ટીકીટ માટે વલખા મારી રહ્યા છે.

આ વચ્ચે ખેરાલુ ના વતની ફેમસ કલાકાર જીગ્નેશ કવિરાજ નુ નિવેદન સામે આવ્યૂ છે તેમને મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે મારા ગામનો વિકાસ થયો નથી ત્રણ દિવસે પાણી આવે છે રસ્તાઓ પણ ખરાબ છે હું મારા ક્ષેત્રમાં વિકાસ કરવા માગું છું અને ગ્રામજનોના કહેવાથી હું અપક્ષમાં ચૂંટણી લડવા માટે તૈયાર છું એમ જણાવીને ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી.

સાથે જણાવ્યું હતું કે કોઈપણ પક્ષ સાથે મારી વાતચીત થઈ નથી લોક ગાયક જીગ્નેશ કવિરાજ એ વધારે જણાવતા કહ્યું હતું કે મારા ગામનો વિકાસ રુંધાઈ ગયો છે ખેરાલુ વિસ્તાર ના અગ્રણીઓ અને લોકો ખૂબ જ મને લાગણી સાથે કહી રહ્યા છે કે તમે અપક્ષ માંથી દાવેદારી કરો અમે તમને જીતાડીશુ હવે સમય આવી ગયો છે હું લોકોની લાગણીઓ અને.

પ્રેમને કારણે અપક્ષ માંથી દાવેદારી કરીને ચૂંટણી લડવા માટે તૈયાર છું હું મારા વિસ્તારને મારા ગામને ઉપયોગી થવા માગું છું અને ગામનો વિસ્તારનો વિકાસ કરવા માગું છું ખેરાલુ પંથકમાં કોઈ ઉદ્યોગ નથી યુવાનોને નોકરી કરવા માટે દૂર દૂર જવું પડે છે રસ્તા સારા નથી પાણી પણ આવતું નથી લોકોની સમસ્યાઓને વાચા આપવા માટે.

હું ચૂંટણીમાં જરૂર ઝંપલાવીશ તેમને જણાવ્યું હતું કે લોકોએ મને સંગીત ક્ષેત્રે ખૂબ જ પ્રેમ આપ્યો છે અને લોકો મને ખૂબ જ પસંદ કરે છે હું આશા રાખું છું કે લોકો મારી લાગણીઓને સ્વીકારશે અને મને જીતાડશે જીગ્નેશ કવિરાજ ને પૂછવામાં આવ્યું કે કોઈ પાર્ટી એ તમને ઓફર કરી છે તો જીગ્નેશ કવિરાજ એ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પાર્ટી સાથે વાતચીત થઈ નથી.

પરંતુ જો કોઈ પાર્ટી મને ટિકિટ આપ આપશે તો હું જરૂર વિચારીશ પરંતુ હું હાલ પોતાની વિચારધારા સાથે જ જોડાયેલો છું જીગ્નેશ કવિરાજે ચુટંણી માં આવવાની ખબરો થી રાજકારણ ગરમાયું છે આ વિસ્તારમાં અજમલજી ઠાકોર ભાજપ માંથી ધારાસભ્ય છે જે સીટ ભાજપની જ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *