આઈપીએલ ટિમ રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર કુલદીપ સેને પોતાની ડેબ્યુ મેચમાં જે છેલ્લી ઓવરમાં જબરજસ્ત બોલિંગ કરી તેમાં તેમની પ્રશંસા થઈ રહી છે કુલદીપ સેન મધ્યપ્રદેશના રિવા જિલ્લાના હરિહરપુર ગામના છે જણાવી દઈએ આ ઝડપી બોલરના પિતા રામપાલ સેનની શહેરના સિરમૌર ચોકમાં હેર સલૂનની નાની દુકાન છે.
કુલદીપ સેન એક મધ્યમવર્ગીય પરિવામાંથી આવે છે એમના પિતાએ બહુ મહેનત કરીને પુત્રને ભણાવ્યો અને હવે આઇપીએલ સુધી પહોંચાડ્યો છે પિતા આજે પણ એક સલૂનની દુકાન ચલાવે છે રણજી ટ્રોફીમાં એમનું જબરજસ્ત પ્રદર્શન રહ્યું હતું તેઓ અત્યારે 140 કિલોમીટર સુધી ઝડપી બોલિંગ કરે છે અત્યારે લોકો તેને ખુબજ પસંદ કરી રહ્યા છે.
રામપાલ અને એમની પત્ની ગીતાને ટોટલ પાંચ બાળકો છે જેમાંથી કુલદીપ સૌથી મોટો છે જમણા હાથના ઝડપી બોલર કુલદીપે 2018માં મધ્યપ્રદેશ તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતું એમણે એ દરમિયાન એક મેચમાં પંજાબ સામે 5 વિકેટ લીધા હતા રણજીમાં એમણે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું જેમાં રણજીમાં ટોટલ 25 વિકેટ લીધી હતી.