ઘણા બધા યુવાનો આજે માતા-પિતાના સપના સાકાર કરવા માટે પોતાના ભવિષ્યને ઉજવળ બનાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરી અભ્યાસ કરતા જોવા મળે છે તો એમાં હવે દીકરીઓ પણ યુવાનોથી ખંભે ખંભો મિલાવીને પોતાના માતા પિતા નું ગૌરવ વધારવા આગળ આવી છે અને દિકરીઓ પણ શિક્ષણ મેળવી ને દેશનું ગૌરવ વધારી રહી છે .
વચ્ચે તાજેતરમાં એક ખેડુતની દિકરીએ ગુજરાતમા પોલીસ ઇન્સ્પેકટર ની પરીક્ષા માં પ્રથમ નંબરે પાસ થઈ માતા પિતા ના સપના સાકાર કરી સમગ્ર વિસ્તારનુ ગૌરવ વધાર્યું છે અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના નાના એવા ગામ ડુમાણા ગામની દિકરી દેવ્યાની બારડે આખા ગુજરાતમાં મહીલા ભરતીમાં પ્રથમ આવીને ઈતીહાસ રચી દિધો છે.
દેવ્યાની બારડ નાનપણ થી અભ્યાસ પ્રત્યે ખુબ રુચી ધરાવતી હતી ધોરણ 10 માં દેવ્યાની બારડ સમગ્ર સ્કુલમાં પ્રથમ નંબરે રહ્યા હતા ત્યાર બાદ ધોરણ 12 માં 88% મેળવી અને તેમને અમદાવાદ માં પોતાનુ ગ્રેજ્યુએશન પુરુ કરી અને બિકોમ કર્યું અને આ દરમિયાન દેવ્યાની બારડે પોતાના બિકોમ ના.
અભ્યાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું થયા બાદ દેવ્યાની બારડે કારકુન ની પરીક્ષા પાસ કરી હતી અને અમદાવાદ જિલ્લા પંચાયતમાં કારકુનની પોસ્ટ પર નોકરી મેળવી હતી પોતાની નોકરી દરમિયાન તેને જીપીએસસી ની પરીક્ષાઓ ની તૈયારી શરૂ કરી હતી અને આ પરીક્ષામાં.
તેને ખૂબ જ સંઘર્ષ અને અથાગ મહેનત થી સફળતા મેળવી ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા માં પ્રથમ નંબર મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર ની પદવી પ્રાપ્ત કરી પોતાના માતા પિતા અને પરીવાર નું નામ રોશન કર્યું દેવ્યાની બારડ ની આ સફળતા થી નાડોદા રાજપૂત સમાજ માં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેઓ એ પરીવાર માતા પિતા અને સમાજનું નામ રોશન કરીને પોલીસ ઇન્સ્પેકટર બનવાનુ પોતાનું સપનું સાકાર કર્યું હતું એમના પિતા એક ખેડુત છે અને માતા ગૃહીણી છે નાનપણ થી ખેતરમાં રમી ને ઉછરેલી ગામના છાવંમા મોટી થયેલી દિકરી સફળતા મેળવી સમગ્ર ગુજરાત માં પોતાનું નામ ગુજંતુ કરી ચુકી છે.