Cli
farm house

6 મહિનામાં ફાર્મ હાઉસમાથી કમાય છે આ કાકા આટલા રૂપિયા, કેનેડામાં રહેતા દીકરાઓને પણ છોડે છે કમાણીમાં પાછણ…

Agriculture

આજના મોંઘવારીના યુગમાં ડેરી ઉદ્યોગ કે પશુપાલન કરવું એ પણ કેટલું મોંઘુ થઈ રહ્યું છે એ તો તમે જાણતા જ હશો.પણ કહેવાય છે ને કે ધગશથી જો કામ કરતા આવડી જાય તો કોઈ કામ અઘરું નથી હોતું.

આજના યુગમાં એક તરફ લોકો પશુપાલન છોડી નોકરી તરફ વળી રહ્યા છે તો બીજી તરફ અમુક લોકો ડિગ્રી હોવા છતાં પશુપાલન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આવા જ એક વ્યક્તિ છે સુખપાલ સિંઘ ગિલ.

અમૃતસરના રહેવાસી સુખપાલ પાછલા કેટલાય વર્ષથી પશુપાલન સાથે સંકળાયેલા છે.તેમના ફાર્મની ખાસિયત એ છે કે તેમાં ન માત્ર બકરી પરંતુ મરઘી,માછલી,ગાય,ઘોડા અને ઊંટ પણ છે.તેમના ફાર્મનું નામ ગિલ સ્ટડ ફાર્મ છે.

ગિલ ફાર્મમાં વાત કરીએ બકરીઓ વિશે તો અહી અમૃતસરની બીટલ બ્રીડની બકરીનો ઉછેર કરવામાં આવે છે.તેમની પાસે કુલ ૩૦૦ જેવી બકરી છે અને બચ્ચાં પણ છે.તેમની બકરીઓ ૪૦ ફૂટ ઊંચાઈ ધરાવે છે.

સાથે જ સુખપાલ ગિલ  તેમના ઊંટ અને ઘોડા આર્મીમાં પણ આપે છે વાત કરીએ સુખપાલ ગિલના ફાર્મમાં આવેલા ઘોડા વિશે તો અહી ૧૭-૧૮ ઘોડા છે જે ભારતીય બ્રીડના છે.અહી મુખ્યત્વે સફેદ ઘોડા છે. સાથે જ આ ફાર્મ પર ગીર ગાય છે બળદ છે,સાથે જ અહી દેશી મરઘી,તેમજ માછલી પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *