દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જેને પોતાના માતાપિતાની કલા વારસામાં મળતી હોય છે અને પોતાની મહેનત અને આવડતથી આ કલાને આગળ લઈ જઈ તેઓ સફળતા હોય છે. આવા જ એક કલાકારની આજે અમે વાત કરવાના છીએ.
આ કલાકારના પિતા અને ભાઈ એક શહનાઈ વાદક હતા. તેઓ કલ્યાણ જી આનંદજી સ્ટુડિયોમાં શહનાઈ વગાડવા જતા હતા અને તે સમયે તેમને પણ સાથે લઈ જતા. કલાકારના પિતા ઈચ્છતા હતા કે તેઓ એક બોલીવુડ સિંગર બને અને ખૂબ નામના મેળવે પરંતુ એવું ન થયું.
આ કલાકાર બોલીવુડ સિંગર બનવાને બદલે ગુજરાતી ભજન ગાયિકા અને લોક ગાયિકા બન્યા.જે સમયે તેમના પરિવાર , તેમના સમાજની દીકરીઓના નાની ઉંમરમાં લગ્ન કરવામાં આવતા હતા તે સમયે આ મહિલા કલાકાર સ્ટેજ પ્રોગ્રામ કરી પોતાના અવાજથી ખૂબ નામના મેળવી રહ્યા હતા ન, સમજાયું અમે કોની વાત કરી રહ્યા છીએ? અમે વાત કરી રહ્યા છીએ લોક ગાયિકા ફરીદા મીર વિશે.ફરીદા મીર ને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેમની લોકપ્રિયતા એટલી છે કે તેમનું નામ પડતાં જ તેમનો ચહેરો સામે આવી જાય.પરંતુ કહેવાય છે ને કે દરેક કલાકારની લોકપ્રિયતા પાછળ સંઘર્ષ રહેલો હોય છે. ફરીદા મીરના જીવનમાં પણ કંઇક આવું જ હતું. એક ઇન્ટરવ્યૂમાં ફરીદામીરના જણાવ્યા અનુસાર તેમને પોતાનો પહેલો પ્રોગ્રામ રણુજામાં કર્યો હતો.
જોકે આ અંગેની જાણ તમને પિતાને થતા પિતાએ તેમને ખૂબ માર માર્યો હતો કારણ કે તેઓ ફરીદામીરને બોલીવુડ સિંગર બનાવવા ઈચ્છતા હતા જો કે પહેલા પ્રોગ્રામ બાદ ફરીદા મીર એ લાલ મેરી પત રખિયો ગીત લખ્યું હતું અને લોકોને આ ગીત ગાઈ સંભળાવ્યું હતું વધુ વાત કરતા ફરીદામીર જણાવ્યું કે એક પ્રોગ્રામ બાદ તેમના પિતા અચાનક રાજકોટ છોડી પરિવાર સાથે પોરબંદર આવી ગયા હતા જેની તેમને જાણ પણ નહોતી કરવામાં આવી.તેમને કહ્યું કે તેઓ કોઈ અન્ય પ્રોગ્રામમાં હતા ત્યાંથી પરત ભર્યા બાદ રાજકોટ આવતા તેમને આ વાતની જાણ થઈ હતી.
જોકે આસપાસના લોકોએ તે સમયે તેમની મદદ કરી હતી અને રાજકોટમાં તેમને ઘર આપ્યું હતું. ફરીદા મીરે જણાવ્યું કે હાલમાં તેમને તે ઘર ખરીદી લીધું છે.ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના પિતા અંગે વાત કરતા ફરીદામીર જણાવ્યું કે તેમના પિતા જે એક સમયે તેમનાથી ગુસ્સે હતા તેઓ હાલમાં તેમને પોતાનો દીકરો ગણીને તેમને રાખે છે જણાવી દઈએ કે આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે પોતાના લગ્ન વિશે પણ વાત કરી હતી ફરીદામીરે લગ્ન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારનો એકમાત્ર આધાર છે અને તેઓ નથી ઇચ્છતા કે આ આધાર છીનવાઈ જાય આ જ કારણ છે કે તેમને લગ્ન નથી કર્યા.