ભારતના મશહૂર હેરસ્ટાઈલીસ જાવેદ હબીબનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં ઝડપીથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક મહિલાના માથા પર થુકતાં નજરે આવી રહ્યા છે ઘટના 3 જાન્યુઆરીની છે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના હાઇવે પાસે કિંગવીલા હોટેલ છે ત્યાં એક સેમિનાર દરમિયાન મહિલાને સ્ટેજ ઉપર બોલાવવામાં આવે છે.
અને માથામાં કામ દરમિયાન મહિલાના વાળ પર થુંકતા જાવેદ હબીબ જોવા મળે છે અને કહે છે શેમ્પુ નથી લગાવ્યું આ મારા થુંકમાં દમ છે મહિલાને અપમાનિત કરતા જાવેદ હબીબે કહ્યું વાળ ગંદા છે કારણ કે શેમ્પુ નથી લગાવ્યું તેના બાદ જાવેદ હબીબ મહિલાના વાળમાં કાંસકો ફેરવતા કહે છે.
જો વાળમાં પાણીની કમીછે તો થુકથી કામ ચલાવી લો તેના બાદ તેમણે મહિલાના વાળ પર થુંકી દીધું જયારે આ મહિલાના વાળમાં જાવેદ હબીબે થુક્યું ત્યારે મહિલાએ કોઈ વિરોધ ન નોંધાવ્યો પરંતુ પાછળથી મહિલાનો પણ એક વિડિઓ સામે આવ્યો છે જેમાં મહિલા જાવેદ હબીબ પર આરોપ નાખી રહી છે.
ઘટના બાદ એ મહિલા વિડીઓમાં દુઃખી દેખાઈ રહી છે મહિલાએ કહ્યું હતું શેરીના ખૂણામાં હેરકટ કરાવી લઈશ પરંતુ જિંદગીમાં ક્યારે જાવેદ હબીબથી વાળ નહીં કપાવું મિત્રો ખરેખર જાવેદ હબીબ દ્વારા મહિલાનું અપમાન કરવામાં આવ્યું છે મિત્રો તમારે શું કહેવું છે જાવેદ હબીબના આ વિચિત્ર હરકત પર કોમેંટ કરવા વિનંતી.