બોલીવુડના કિંગ શાહરુખ ખાન ખાસ કરીને વિવાદોથી દુર રહેતા હોય છે પરંતુ એમનો પુત્ર આર્યન ખાન હમણાં એક રેવ પાર્ટીમાં ટોટલ 14 લોકો સાથે પકડાયો હતો જેના લીધે હજુ સુધી જેલની હવા ખાઈ રહ્યા છે આર્યને જેલ જતાજ શાહરૂખ ગૌરી અને બૉલીવુડને ઝટકો લાગ્યો છે દોસ્તો બોલીવુડના ઘણા અભિનેતા જેલની હવા ખાઈ ચુક્યા છે જેઓ સુપરસ્ટાર છે તો આવો જાણીએ એ ક્યાં સુપરસ્ટાર જેલની હવા ખાઈ ચુક્યા છે.
સંજય દત્ત પણ જેલની હવા ખાઈ ચુક્યા છે તેમને મુંબઈમાં બ્લાસટની માહિતી અગાઉથી હોવાનો આરોપ લાગ્યો હતો એટલે તેમને ધરપકડ કરવામાં આવી હતી જે બાદ 2013 માં સુપ્રીમ કોર્ટે સંજુ બાબાને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી બાદમાં તેને ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવી હતી. આદિત્ય પંચોલીનો પુત્ર સૂરજ પંચોલી પણ જેલમાં ગયેલ છે વર્ષ 2013 માં અભિનેત્રી જિયા ખાને ફાસી લગાવી હતી જેનો નારોપ સૂરજ ઉપર આવ્યો હતો તે કેશ હજુ ચાલું છે.
વર્ષ 2002 માં સલમાન ખાનની કાર બાંદ્રાની ફૂટપાથ પર ચડી ગઈ હતીનઆ દરમિયાન તેમની કારમાં એક મજૂરનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા કહેવાય છે કે સલમાન દરૂના નશામાં ડ્રાઇવિંગ કરતો હતો જેના કારણે તેને ઘણા દિવસો જેલમાં વિતાવવા પડ્યા હતા પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા 2015 માં નીચલી કોર્ટે તેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.