અહીં એક દાદાની કહાની દ્વારા તમને એક શિખ આપવા માંગીએ છીએ તમારા ઘરે તમારા માતા-પિતા ઘરડા થાય ત્યારે તેમની સાથે કોઈ દુર્વ્યવહાર કરવો નહીં જ્યારે તમે નાના હતા ત્યારે તેમણે તમારી પરવરીશ કરીને તમને મોટા કર્યા છે હવે તમારી ફરજ બને છે કે તમે તેમની સારવાર કરો તેમને ખુશ રાખો અહીં એક એવા જ વૃદ્ધ વ્યક્તિની વાત કરવાના છીએ જ્યાં તેમણે તેમની પૂરી જિંદગી તેમના છોકરા જેવા ભાણેજો માટે ગુજારી અને હવે જ્યારે તે કામ કરવા લાયક રહયા નથી ત્યારે તેમના ભાણેજોએ તેમને ઘરેથી કાઢી મૂક્યા આ જાણીને ખુબ દુઃખ થાય છે કે માણસ ધર્મ આપણે નિભાવી શકતા નથી ભગવાને માણસને હાથ પગ લાગણી વ્યક્ત કરવા માટે મોઢું જેથી તે બોલી શકે અને લાગણી વ્યક્ત કરી શકે અને લોકોને મદદ કરી શકે તે માટે બનાવ્યો છે પરંતુ માણસ જ માણસને ગધેડાની જેમ કાઢી મૂકે છે.
આ જોઈ માણસ અને પ્રાણીમાં કઈ ફરક દેખાતો નથી પચ્ચીસ-ત્રીસ વર્ષ સુધી તે વૃદ્ધ વ્યક્તિએ પોતાનું જીવન પોતાના ભણીજોનો જીવન બનાવવા માટે વ્યર્થ કર્યો અને તેઓ આજે દારૂની બોટલો પીને તે વૃદ્ધ વ્યક્તિને મારે છે તે વૃદ્ધ વ્યક્તિ તેમના મામા લાગે છે વૃદ્ધ વ્યક્તિ ની બહેન હતી જે ગુજરી ગઈ છે અને બનેવી પણ ગુજરી ગયા છે તેથી તે વૃદ્ધ વ્યક્તિ તેમના બાળકોને સાચવે છે અને ભણેજો તો તેમના સાથે દુર્વ્યવહાર કરે છે તેમને ઘરેથી કાઢી મૂક્યા છે હવે તે વ્યક્તિ પાર્કિંગ લોટ પાસે બેસે છે ખૂબ જ ગંદકી વાળુ પરિસર છે ત્યાં તેમના ના ખાવાનું ઠેકાણું છે ના તેમના રહેવાનું ઠેકાણું છે વરસાદ આવે ત્યારે તેમને કોઈ ગાડી ઉપર બેસીને આખી રાત ગુજારવી પડે છે તેમના પગ પર સોજા આવી જાય છે તેમને શરીર ની સમસ્યા પણ છે તે માટે તેમના પાસે પૈસા નથી તેમના ખાવા માટે પણ પૈસા નથી તેમને આજુબાજુવાળા જે આપી જાય તે ખાઈને ગુજરાન ચલાવે છે આખો દિવસ તાલપત્રી પર બેસે છે આ સાંભળી ખૂબ જ દુઃખ થાય છે.
પોપટભાઈ ફાઉન્ડેશનની ટીમ તે વ્યક્તિની મુલાકાત લેવા ગઈ તેમણે પૂર્ણ વાતને સાંભળીને તેમને સેન્ટર ઉપર લઈ આવ્યા અને તેમના રહેવા માટેની સુવિધા કરી આપી અને તેમને જે શરીરને લગતી સમસ્યા હતી તે માટે પણ ડોક્ટરને જાણ કરવામાં આવી પોપટ ભાઈએ કહ્યું કે હું પણ તમારા દીકરા જેવો જ છું તમને જે જરૂરિયાત નીવસ્તુઓની જરુર હોય તે તમે મને કહી શકો છો તે સાંભળી તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે તમે મારા માટે ભગવાન છો આજના સમયમાં કોઈ કોઈની મદદ કરવા માટે આગળ નથી આવતું પરંતુ તમે આગળ આવ્યાં અને મારી તમામ જરૂરિયાતો પૂર્ણ કરી છે હું તમને ભગવાન જેટલો જ દરજ્જો આપું છું ત્યારે પોપટ ભાઈએ કહ્યું કે હું તો ભગવાનનો એક જરિયો છું જેણે મને તમારા પાસે મોકલ્યા અને હું તમને મદદરૂપ થયો છું તથા મારી ટીમ પણ તમને મદદરૂપ થઇ છે.