પાછલા કેટલાય વર્ષથી ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર અંગે ચાલી રહેલા વિવાદ બાદ હાલમાં આટલા વર્ષે મંદિર તૈયાર થઈ ગયું છે એ તો તમે જાણતા જ હશો. હાલમાં આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પીએમ મોદી, તેમજ અનેક દિગ્ગજ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં મંદિરની સમગ્ર કામગીરી પૂરી થયા બાદ એ મંદિરના પૂજારીની પણ નિમણૂક કરવામાં આવી ગઈ છે.
જણાવી દઇએ કે પૂજારીની નિયુક્તિ માટે વ્યવસ્થિત રીતે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. ૩૦૦૦ અરજીમાથી ૫૦ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. આ પદ માટે અરજી કરવાની કેટલીક શરત હતી. જે અનુસાર ગુરુકુળ રીતથી અભ્યાસ કર્યો હોય તે જરૂરી હતુ. હાલમાં આ ઇન્ટરવ્યૂ પાસ કરી રામ મંદિરના પૂજારી તરીકે મોહિત પાંડેની નિમણુક કરવામાં આવી છે. મોહિત કોણ છે અને તેને શું અભ્યાસ કર્યો છે? તે અંગે વાત કરતા પહેલા જણાવી દઇએ કે પૂજારી તરીકે નિમણૂક થયા બાદ પણ મોહિત ને ૬ મહિના તાલીમ આપવામાં આવશે.
હવે વાત કરીએ મોહિત કોણ છે તે વિશે તો તે ગાઝિયાબાદનો રહેવાસી છે. તેને સાત વર્ષ દૂધેશ્વર વેદ વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યા વૈદિક શિક્ષણ મેળવ્યું છે.એટલું જ નહિ તેમને તિરુપતિમાં આચાર્યની ડિગ્રી પણ મેળવી છે અને હાલમાં તેઓ આ ક્ષેત્રમાં પીએચડી કરવાની પણ તૈયારી કરી રહ્યા હતા. દૂધેશ્વર સંસ્થાના આચાર્યે મોહિત પાંડેની પૂજારી તરીકે પસંદગી થતા ખુશી વ્યક્ત કરી છે.જણાવી દઇએ કે મોહિતે સામ વેદનો અભ્યાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ભગવાન રામલલ્લાના અભિષેક કાર્યક્રમ માટે ૨૨જાન્યુઆરી ૨૦૨૪ની તારીખ પસંદ કરવામાં આવી છે તેમજ દેશના તમામ લોકો માટે ૨૬ જાન્યુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધી રામ જન્મભૂમિ દર્શનની તારીખ નક્કી કરવામાં આવી છે.