જીવતા જેને સાચા દિલથી પ્રેમ કર્યો જેની સાથે જીવવા મરવાના સોગંદ ખાધા તેને પોતાના હૈયામાં વસાવીને પોતાની પત્ની બનાવવાના અભરખા સેવ્યા એજ પ્રેમકહાની નો પરીવાર જનો એ કરુણ અંત લાવી દિધો ત્યાર બાદ પસ્તાવો થયો તો બંનેની પ્રતિમા બનાવી ને બંને ના લગ્ન કર્યા આ સમગ્ર પ્રેમકહાની તાપી જિલ્લાના.
નિઝર તાલુકાના નેવાડા ગામે થી સામે આવી છે એ નેવાડા ગામે જે ઉકાઈ ડેમ બાધંવાથી બે ભાગમાં વહેંચાઇ ગયું નવા નેવાડા અને જુના નેવાડા નવા નેવાડા નો 21 વર્ષીય ગણેશ પાડવી માછીમારી કરવા માટે ડેમ પર જતો જુના નેવાડા ની પોતાના જ સમુદાયની છોકરી 20 વર્ષ ની યુવતી રંજના પાડંવી સાથે તેને પ્રેમ થઈ ગયો.
બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા બંને એકબીજાને ડેમ ની બાજુમાં મળવા લાગ્યા બંને ના પ્રેમ સંબંધો થી તેમના પરીવારજનો અજાણ હતી આ દરમીયાન રંજનાના પરીવારજનો એ રંજના ના લગ્ન ની વાત કરવાની શરુ કરી તો રંજનાએ તેના પ્રેમી ગણેશ ને જણાવ્યું બંને એ વિચાર્યું કે પરીવારજનો તેમને એક નહીં થવા દે.
તેમને એ ના જાણ્યુ કે રંજના ના પિતા જે યુવક સાથે તેના લગ્ન ની વાત કરી રહ્યા હતા એ ગણેશ જ હતો રંજનાના પિતા એ ગણેશ ના પિતા સાથે લગ્નની વાત કરી હતી પરંતુ બંનેના માતા-પિતાને એ ખબર નહોતી કે બંને એકબીજાને પ્રેમ કરે છે આ બાજુ ગણેશ અને રંજનાને એવું થયું કે બંનેના લગ્નની વાત ચાલી રહી છે.
પરંતુ તે કોઈ અન્ય યુવક યુવતી હશે બંને કાંઈ પણ વિચાર્યા વિના 14 ઓગસ્ટ 2022 ના રોજ નેવાડા ગામે સીમમાં ઝાડ પર દોરડુ લટકાવી ને ગણેશ અને રંજના એ ખુદ ખુશી કરી લીધી પરીવારજનો સુધી આ વાત પહોંચતા બંને પરીવાર જનો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા છે પરીવારજનો બંનેના લગ્ન કરાવવા માગતા હતા.
પરંતુ તે વાતથી ગણેશ અને રંજના બંને અજાણ હતા આદિવાસી રીતે રિવાજ અનુસાર બંનેની પ્રતિમા બનાવવામાં આવી ગણેશની પ્રતિમા લઈને વાજતે ગાજતે બેન્ડવાજાની સાથે ટ્રેક્ટર પર નવા નેવાળા થી જુના નેવાડા રંજના ના ઘેર જાન જાનૈયા સાથે લઈ બંને પરીવાર જનો એ આદીવાસી રીતી રિવાજ.
અનુસાર 21 રુપીયા વ્યવહાર કરીને બંનેના લગ્ન ધામધૂમથી કર્યા આ પ્રસંગે બને પરીવારજનો એ આંખો માં આશુ સાથે બંનેના આત્મા ની શાંતિ માટે પ્રાથના પણ કરી સાથે જણાવ્યું કે એક ગેરસમજ ના કારણે બંને યુવક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો અમે એમના લગ્ન કરાવવા માગતા હતા પરંતુ એ બંનેને ખબર નહોતી કે જે યુવક યુવતીની અમે વાત કરી રહ્યા છીએ.
તે રંજના અને ગણેશ જ છે આજે તેઓ આ દુનિયામાં નથી પરંતુ તેમની આત્માની શાંતિ માટે તેમના મે લગ્ન કરાવ્યા છે સાથે એમને જણાવ્યું કે કોઈપણ યુવક કે યુવતી દુર્ઘટનામાં મૃત્યુ પામે છે તો તેની પ્રતિમા બનાવવાની અમારી આદિવાસી પરંપરા છે પરંતુ આ પ્રકારના લગ્ન પહેલીવાર અમે કર્યા છે.