તમે ખેતર અને ખેડૂત ને તો ઘણીવાર જોયા હશે, ટપક પદ્ધતિ, પિયત પઢતું અંગે સાંભળ્યું પણ હશે પરંતુ શું તમે માટી વિનાની ખેતી અંગે સાંભળ્યું છે. તમારા માંથી ઘણાને પ્રશ્ન થશે કે ખેતી માટી વિના કેવી રીતે થઈ શકે? ઝાડ કઈ હવામાં થોડી ઉગે? જમીન અને માટી તો ખેતીની પહેલી જરૂરિયાત છે તો તમે સાચા જ છો પરંપરાગત ખેતીમાં ખાતર, માટી અને વિશાળ જમીન આ તમામ સૌથી મહત્વની જરૂરિયાત છે. પરંતુ આજે અમે તમને ખેતી ની આધુનિક પદ્ધતિ એટલે કે માટી વિનાની ખેતી અંગે જણાવવાના છીએ જેને અંગ્રેજીમાં સોઈલલેસ ફર્મિંગ કહેવામાં આવે છે.
સોઈલલેસ ફર્મિંગ અથવા હાઇડ્રોફોનિક પદ્ધતિમાં શું વાવી શકાય અને તેના માટે કેટલી જગ્યા કે કેવા વાતાવરણની જરૂર પડે છે? સૌપ્રથમ વાત કરીએ આ ખેતી માટે કેવા વાતાવરણની જરૂર છે તે વિશે તો આ ખેતી તમે તમારી ઈચ્છા મુજબની જગ્યા પર કરી શકો છો. એટલે કે જો તમે ખેતી કમાણી કરવા માટે કરો છો તો વિશાળ જગ્યા પર કરી શકો અને જો પરિવારને શુદ્ધ શાકભાજી આપવા કરો છો તો તમારા ઘરની અગાસી કે આંગણામાં પણ શરૂ કરી શકો.
ત્યારબાદ વાત કરીએ કે આ હાઇડ્રોફોનિક પદ્ધતિ શું છે?
તો આ પદ્ધતિ બે રીતે કરવામાં આવે છે.
- ૧ એનેફટી સ્ટ્રક્ચર
- ૨ ગ્રો બેગ સ્ટ્રક્ચર
સૌથી પહેલા એનેફટી સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો એક ડબલ કોટેડ પાઇપ વાળાં સ્ટેન્ડ પર તૈયાર મૂળમાં પાંદડાંવાળી શાકભાજીનો છોડ રોપી ને આ ખેતી થઈ શકે છે. બીજું ગ્રો બેગ સ્ટ્રક્ચર તો આ રીતમાં ૧૬×૧૬×૩૦ ની એક બેગમાં અમુક વસ્તુઓ જેવી કે કોકોપિટ અને પર્લાઇટ નાખી તેમાં કેપ્સીકમ ની ખેતી કરી શકાય છે.
શું ભારતમાં આ પ્રકારની ખેતી કોઈ કરી રહ્યું છે? જો આ સવાલ તમને પણ થયો હોય તો જગદંબા હાઇડ્રોફોનિક કંપનીના માલિક વિશાલ આ પ્રકારની ખેતી કરી રહ્યા છે.તેમને વિશાળ જગ્યામાં એનેફટી સ્ટ્રક્ચર અને ગ્રો બેગ સ્ટ્રક્ચર બંને બનાવી આ ખેતી ની શરૂઆત કરી છે. વિશાલ ભાઈએ આ ખેતીને એ હદ સુધી આધુનિક બનાવી છે કે તેમને બંને સ્ટ્રકચરમાં વાવેલા છોડમાં પ્રમાણસર પાણી સમયસર અને આપમેળે મળતું રહે તે માટે દરેક છોડમાં પાઇપ લગાવી છે.
તમને જણાવી દઇએ કે તેઓ પોતાના દરેક છોડને ન્યુટ્રીશન વાળું પાણી આપે છે અને તેમને પાણીની વ્યવસ્થા એ રીતે ગોઠવી છે કે તેઓ એક ટાંકામાં એકવાર પાણી ભર્યા બાદ ૧૫ દિવસ સુધી તે પાણીનો ઉપયોગ કરી શકે છે. કારણ કે છોડને જરૂર મુજબનું પાણી મળી રહે તે બાદ વધારાનું પાણી આપોઆપ જ ટાંકામાં આવે છે અને શુદ્ધ થઈને ફરી છોડમાં આવે છે.
વાત કરીએ આ પ્રકારની ખેતીના ફાયદા અંગે તો આ ખેતીને કારણે પાકમાં કોઈપણ પ્રકારની જીવાત પડવાની કે બીમારી લાગવાની શક્યતા રહેતી નથી. સાથે જ આ પદ્ધતિમાં વાતાવરણના બદલાવની અસર પણ થતી નથી.વાત કરીએ કેવા પ્રકારના પાક લઈ શકાય તો આ પદ્ધતિ થી મોટાભાગે શાકભાજી વાવવી ફાયદાકારક છે.આ પદ્ધતિ થી તમે રોજગાર ઊભો કરી શકો છો સાથે જ તમે ૫ લાખ જેટલી કમાણી પણ કરી શકો છો.