રામાયણ હિંદુઓમાં એક મહાન ગ્રંથ છે અને આ ગ્રંથ પરથી રામાનંદ સાગર એ એક સિરિયલ બનાવી હતી રામાયણ જે તે સમયે દૂરદર્શન પણ પ્રકાશિત થતી હતી જો કે વર્ષ ૨૦૨૦માં કોરોના અને લોકડાઉનને કારણે તેને ફરી એકવાર પ્રકાશિત કરવામાં આવી હતી આ સિરિયલ જ્યારે પ્રકાશિત થઈ હતું ત્યારે આ સિરિયલ ના દરેક પાત્રો એ ઘણી જ નામના મેળવી હતી પરંતુ જો આ સિરિયલ બાદ સૌથી વધુ નામના મેળવનાર વ્યક્તિનું નામ લેવામાં આવે તો એ છે દીપિકા ચોખલિયા.
રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા આ સિરિયલથી એટલી જાણીતી બની હતી કે માતા સીતાનું નામ લેતા આજે પણ લોકોની આંખ સામે તેમનો જ ચહેરો ઉપસી આવે મુંબઈમાં જન્મેલી આ ગુજરાતી અભિનેત્રી નો જન્મ ૨૯ એપ્રિલ ૧૯૬૫માં થયો હતો અને રામાયણ સિરિયલ બાદ તેમને અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું જેમાંથી રૂપિયે દસ કરોડ ઘર કા ચિરાગ અને ખુદાઈ જેવી ફિલ્મોમાં રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતું.
આ સિવાય પણ અભિનેત્રી દીપિકા ચોખલિયા એ ઘણી મલિયાલમ, તમિલ અને કનન્ડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેમાં તમિલ ફિલ્મ નાંગલ એક હિટ ફિલ્મ રહી હતી જો કે બોલીવુડ અને તમિલમાં અનેક ફિલ્મ કરનાર આ સુંદર અભિનેત્રીના જીવન અને પરિવારની વાત કરીએ તો આ અભિનેત્રીનો પરિવાર હંમેશા લાઇમ લાઇટથી દૂર રહેતો જોવા મળ્યો છે.
અભિનેત્રી દીપિકાના પિતા મુંબઈમાં પોતાનો બિઝનેસ કરે છે જ્યારે તેમની માતા એક સફળ ગૃહિણી તરીકે ઘર સંભાળે છે દીપિકાના બે ભાઈ બહેન છે તેમના ભાઈનું નામ હિમાંશુ છે જે દીપિકા કરતા મોટા છે જ્યારે દીપિકાની બહેન આરતી તેમનાથી ઉંમરમાં નાની છે દીપિકાએ કોસ્મેટિક કંપનીના માલિક હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા છે અને તેમની બે દીકરીઓ છે દીપિકાની એક દીકરી નિધિ મેકઅપ આર્ટિસ્ટ છે.