ચા બનાવીને ઘર ચલાવવું એક અઘરૂ કામ કહેવાય કારણ કે આમાં બધા લોકોની કામ કરવાની રીત અલગ હોય જેમાં કોઈ ટ્રેનમાં ચા વેચે તો કોઈ ચાની કિટલી ખોલીને ચા વેચવાનું કામ કરે જ્યારે કોઈ ચા બનાવીને એક દુકાનથી બીજી દુકાને ચા આપવાનું કામ કરે ત્યારે એક કહેવત છે કે કામ નાનું હોય કે મોટું કામ કરવામાં કોઈ શરમ ન રાખવી જોઈએ.
આ કહેવતને એક ભાઈ સાર્થક કરી બતાવી છે જેમણે શરમ રાખ્યા વગર જ પોતાનું કામ ચાલું રાખું હતું પરંતુ દિવસો એવા આવ્યા કે આમાંથી તેમનું ઘર ચાલતું ન હતું અને તેને રોવાના વારા આવી ગયાં એવા ઘણાં લોકો ચાના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેઓ આજ વ્યવસાયમાંથી પોતાનું ઘર અને પરિવાર બંને ચલાવે છે.
જ્યારે અમુક લોકોને નિરાશા હાથ લાગવાથી રોવાના વારા પણ આવી શકે ત્યારે આવી એક વ્યક્તિ છે જેના જીવન વિશે જાણીશું આ ગરીબ ચાવાળા ભાઈની વાત કરીએ તો તેમને ચાલવામાં તકલીફ થાય છે તેઓ ચા વેચીને પોતાનું ઘર ચલાવે છે અને તેઓ કહે છે મોડે સુધી ચા વેચવાનું પોલીસવાળા પણ ના પાડે છે.
આ ભાઈ મધ્યરાત્રી એટલે કે 2 થી 3 વાગ્યાના ઉઠી અને ચા બનાવી ચા વેચવાનું કામ કરતા હિંમતભાઈ રડતા મોઢે પોપટભાઈ પાસે એક કેબિનની સુવિધા કરી આપો એવી મદદ માંગી હતી હિંમતભાઈ વધું જણાવે છેકે હું મોડે સુધી ચા વેચું તો પરિવારના લોકો ના પાડે અને અન્ય અમુક લોકો મને હેરાન પણ કરે છે તેઓ રડતા રડતા કહે છેકે ચા વેચવું મને ગમે છે.
તેમાં લોકોનું શું તકલીફ હશે પગમાં ઈજા હોવાથી ચાલવામાં પણ તકલીફ છે છતાં શું કરૂ મહેનત કરીને ખાવું પડેતો ચા વેચુ છું તેમ હિંમતભાઈ કહે છે. હિંમતભાઈ આ હિંમત ખરેખર વખાણવા લાયક છે કારણ કે જ્યારે ભર નિંદ્રામાં સોકો સુતા હોય તે સમયે આ ભાઈ ચા બનાવીને પોતાના વ્યવસાયે નીકળી પડે છે.
પછી દુકાન હોય કે કોઈ અન્ય સ્થાન જ્યા પણ લોકો મળે તેને ચા પાવાનું કામ કર્યા કરે પાછા 6 વાગે ચા બનાવવા આવે પછી ફરી ચા વેચવાનું શરૂ કરે તેમ પોતાના આખા દિવસમાં ફરતા ફરતા ચા વેચતા હિંમતભાઈ કંટાળે પણ નહીં પરંતુ સામે એમ પણ કહે કોઈ ઘરમાં માતા પિતાનું સેવા કરવાવાળુ કોઈ નથી.
તો મારે તેની સેવા કરવી પડે આ માટેજ હું વધારેમાં વધારે ચા વેચુ છું અને અમારૂ ઘર ચલાવું છું પછી આ હિંમતભાઈ મદદે પોપટભાઈ ટીમ આવી હતી અને તેમણે કેબિન ખોલી આપ્યું એમાં માલ સામાન પણ ભરી આપ્યો ત્યારે હિંમતભાઈ રાજી રાજી થઈ ગયાં મિત્રો આ કેબિન પોપટિયા પરિવાર તરફથી બનાવી આપવામાં આવ્યું છે.