તાજેતરમાં મુંબઈ ફેશન રેમ્પ વોક ઇવેન્ટ યોજવામાં આવી હતી જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નામાંકિત અભિનેત્રીઓ અલગ અલગ આઉટફીટ માં રેમ્પ વોક કરી કરી હતી આ દરમિયાન લોકોનું ધ્યાન 71 વર્ષની બોલીવુડ ની મશહૂર અભિનેત્રી જીનત અમાન પર પડ્યું સ્ટાઈલીશ રેડ ડીઝાઈન પ્રિન્ટેડ બ્લેક આઉટફીટ અને.
ઓપન હેર લાઈટ મેકઅપ સાથે ગોગલ્સ પહેરીને જીનત અમાન આજે પણ સ્ફુર્તિ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી હતી અભિનેત્રી જીનત અમાન 70 થી 80 ના દશકાની મશહૂર અભિનેત્રી રહી ચુકી છે જીનત અમાને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 1971 માં ફિલ્મ હરે રામા હરે કૃષ્ણા માં દેવ આનંદની બહેનની ભુમીકા માં કરી હતી.
જે ફિલ્મ માં દમદાર અભિનય થકી જીનત ને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી ત્યારબાદ 1970 ના દશકામાં જીનત અમાન મુખ્ય અભિનેત્રી તરીકે દેવ આનંદની સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળી સાલ 1973 માં ફિલ્મ હીરા પન્ના સાલ 1974 માં પ્રેમ શસ્ત્ર સાલ 1975 માં વોરંટ જેવી.
ઘણી હીટ ફિલ્મો આપી સાલ 1973 માં યાદો કી બારાત માં ચુરા લીયા તુમને ગીતથી તેની લોકપ્રિયતા માં ગજબ નો વધારો થયો હીરાલાલ પન્નાલાલ અને ચોર કે ઘર ચોર જેવી હીટ ફિલ્મો સાથે સાલ 1978 માં આવેલી ફિલ્મ ડોન ધરમવીર છલીયાબાબુ અને સાલ 1980 આવેલી ફિલ્મ કુર્બાની અને દોસ્તાના.
સુપરહિટ રહી અભિનેત્રી જીનત અમાન એ સાલ 1981 માં લાવારીશ જેવી હીટ ફિલ્મો આપી સાલ 2003 માં આવેલી ફિલ્મ બુમ તેમની આખરી ફિલ્મ રહી અભિનય છોડી આજે પણ બોલિવૂડ ઇવેન્ટમાં સામેલ થયેલી મશહૂર અભિનેત્રી જીનત અમાન ની આ તસવીરો અને વિડીઓ લોકોએ ખુબ પસંદ કર્યો હતો.