Cli
daud story revealed truth

આ કારણે અને આ વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું દાઉદ ઈબ્રાહિમને ઝે!ર ! કમર આગા દ્વારા કરવામાં આવ્યો ખુલાસો…

Breaking

વર્ષ ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો માસ્ટરમાઇન્ડ દાઉદ ના નામથી ભારતભરમાં આજે કોઈ અજાણ્યું નથી.મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં લગભગ ૨૫૦ જેટલા લોકોના જીવ ગયા હતા. જે બાદથી જ સરકાર તેને પકડવા મથી રહી છે. જો કે અત્યાર સુધી ભારત સરકાર તો દાઉદ ને પકડી શકી નથી પરંતુ પાકિસ્તાનમાં જ કોઈએ તેને ઝેર આપી મારવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

હાલમાં સામે આવેલ ખબર અનુસાર ગઈકાલે દાઉદના ભોજનમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઝેર નાખવામાં આવ્યું હતું. આ ઝેર શરીરમાં જતા જ દાઉદની તબિયત લથડી હતી જે બાદ તેને પાકિસ્તાનના કરાચીમાં આવેલી એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે હોસ્પિટલ કઈ છે? ઝેર કોણે અને શા માટે આપ્યું તે અંગે હાલમાં કોઈ માહિતી સામે આવી રહી નથી પરંતુ ડિફેન્સ એક્સપર્ટ કમર આગના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સરકાર દ્વારા જ દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

ડિફેન્સ એક્સપર્ટ કમર આગનું કહેવું છે કે પાછલા કેટલાય વર્ષથી અમેરિકા તેમજ અન્ય દેશો તરફથી પાકિસ્તાન પર દાઉદને સોંપી દેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું જોકે દાઉદ પાસે પાકિસ્તાનના ઘણા રહસ્ય હોવાથી પાકિસ્તાન આ ખતરો લઈ શકે તેમ નથી. જેને કારણે પાકિસ્તાને તેને ઝેર આપી મારવાનો પ્રયત્ન કર્યો હોય શકે છે.

વધુમાં તેમનું કહેવું છે કે પાકિસ્તાન તરફથી દાઉદ અંગે કે તેની તબિયત અંગે ક્યારેય પણ કોઈ જાણકારી આપવામાં આવશે જ નહિ. પાકિસ્તાન જાણે છે કે આમ કરવાથી અન્ય દેશો તેના પર હાવી થઈ શકે છે, તેમની આતંકી પ્રવૃત્તિઓ અટકાવી શકે છે. જેને પગલે તે દાઉદ ના જીવતા હોવા કે ન હોવા અંગે જાણકારી આપશે નહિ ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. જો કે આ પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *