મોટાભાગે તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે છલે કૂલચે અને છોલે ભટુરે તો દિલ્હીના જ દિલ્હી જેવો સ્વાદ બીજે ક્યાંય ન મળે પણ આજે અમે તમને હરિયાણામાં આવેલી એક એવી જગ્યા વિશે જણાવીશું.
જ્યાં તમને દિલ્હી જેવા છોલે ભટુરે મળે.એ જગ્યા છે સેકટર ૧૪ સોનીપત બાબા બાવા તરણા રોડ અહી આવેલા દાદા છોલે ભટુરે એટલા પ્રખ્યાત છે કે દૂર દૂરથી લોકો તેની મજા માણવા અહી આવતા હોય છે.
દાદાના છોલે ભટુરેની ખાસિયત એછેકે ભટુરેમાં ઓછામાં ઓછું ૧૫૦ ગ્રામ બટર નાખીને બનાવવામાં આવે છે અને સાથે જ લુવા બનાવતી વખતે પનીર પણ નાખવમાં આવે છે આ સિવાય અહી મળતા ચૂરચૂર નાન તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય.
એવા મસાલેદાર ક્રિસ્પી ધાણાની કોટિંગથી અને બટરથી ભરપુર હોય છે અહી મળતા છોલે પણ બિલકુલ દિલ્હી જેવા ટેસ્ટી તીખા અને બટર થી ભરપુર હોય છે.સાથે જ દહીંનું રાયતું, સલાડ અને રાજમાં તો ખરા જ.
તમને થશેકે આ બધામાં કિંમત પણ વધારે જ હશે પણ તમને જણાવી દઈએકે આ સ્વાદ માણવા તમારે માત્ર ૨૬૦ રૂપિયા ખર્ચવા પડશે ૧૮૦ રૂપિયા ચૂરચૂર નાન અને ૮૦ છોલે ભટુરે માટે તો જો તમે હરિયાણા જવાના છોકે ત્યાં રહો છો તો એકવાર આ જગ્યાની મુલાકાત જરૂર લેજો અને આવી જ જગ્યાઓ વિશે.