પાછલા કેટલાય દિવસોથી સોનાક્ષી ઝહીર ના લગ્નને લઈને ચાલી રહેલી અફવાહ, ચર્ચાઓ તમામનો આખરે અંત આવી ગયો છે, શોટગન ની દીકરી સોનાક્ષી આખરે અનેક વિવાદો બાદ સોનાક્ષી ખાન બની ચૂકી છે ત્યારે હાલમાં એમના લગ્નની પાર્ટી નો એક વીડિયો સામે આવ્યો છે.
એ તો તમે જાણતા જ હશો કે સોનાક્ષી અને ઝહીર ના લગ્નનું રિસેપ્શન શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ માં રાખવામાં આવ્યું હતું જેમાં બોલીવુડના અનેક સિતારા હાજર રહેવાના હતા. હાલમાં આ જ પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં સોનાક્ષી સિંહા હિન્દુ રીત પ્રમાણે લાલ રંગની સાડી, વાળમાં વેણી અને સેંથામાં સિંદૂર સાથે જોવા મળી રહી છે, તો બીજી તરફ ઝહીર વ્હાઈટ સૂટમાં જોવા મળી રહ્યો છે.
વાત કરીએ લગ્નમાં હાજર સિતારા ની તો કપલ ના લગ્નમાં કાજોલ, રેખા, અનિલ કપૂર, હુમા કુરેશી,હની સિંહ જોવા મળ્યા હતા.પાર્ટીમાં હની સિંહના ગીતોનો જાદુ જોવા મળ્યો હતો, તો બીજી તરફ કપલ વચ્ચેનો પ્રેમ પણ જોવા મળ્યો. વીડિયોમાં સોનાક્ષી અને ઝહીર વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ જોઈ શકાય છે, કપલ એ પાર્ટીમાં કેક કાપ્યા બાદ ડાન્સ પણ કર્યો હતો.
જણાવી દઈએ કે સોના અને ઝહીર પાછલા 7 વર્ષથી રિલેશનમાં હતા, સોનાક્ષી અને ઝહીર કેટલાય સમયથી લીવ ઈનમા રહેતા હતા.