ગુજરાતમાં એવા ઘણા બધા મંદિરો આવેલા છે અને એવી જગ્યાઓ આવેલી છે જે ઘણા ચમત્કાર જોવા મળે છે અને જ્યાં ચમત્કાર છે ત્યાં નમસ્કાર છે લોકો ધાર્મિક ભાવનાઓને લાગણીના સ્વરૂપે જે ધર્મ સ્થાનો ને આસ્થાનું કેન્દ્ર માની લે છે એવી જ એક ચમત્કારી જગ્યા આવેલી છે રાજકોટ જામનગર હાઈવે.
પર સરદાર નગર ગામ માં એક માતાજી ના મંદિર ની પાસે ઉંધીયાપીર ની સમાધી આવેલી છે આ જગ્યા પર હજારો લોકો દુર દુરથી પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે અહીંયા લોકોની માન્યતા એવી છે કે એક વર્ષ જુની ગમે તેવી ઉધરસ હોય તો પણ ઉંધીયાપીર ની સમાધી પર ગાંઠીયા ચડાવવાથી મટી જાય છે.
આ જગ્યા કુદરતી સૌંદર્ય થી ભરપુર છે ગામડા ના પ્રાકૃતિક વાતાવરણ ની વચ્ચે અહીં પક્ષીઓ ના શોર વચ્ચે ઉંધીયાપીર ની સમાધી આવેલી છે જટીલ માં જટીલ વર્ષો જુની ઉધરસ ઉટાટીયુ પલવારમાં ભાંગી ને ભુક્કો થાય એવુ ઘણા લોકો જણાવે છે અહીં આવેલા દર્શનાર્થીઓ સાથે વાતચીત.
કરતા જાણવા મળ્યું કે આ પીરની જગ્યા વર્ષો જુની છે સાચી માહીતી કોઈ પાસે નથી પરંતુ અસરે 500 વર્ષ થી ઉંધીયાપીર ની સમાધી અહીં સ્થિત છે બાજુમા માતાજી નું મંદિર છે તમામ ધર્મના જાતીના કોઈપણ ભેદભાવ વિના ઉંધીયાપીરના દર્શન કરવા આવે છે સરદાર નગર ના લોકોની આ.
સમાધી સાથે આસ્થા જોડાયેલી છે તેઓ ઉંધીયા પીર ને દેવ માની ને આ સમાધી નું પૌરાણિક વારશો સમજીને ખુબ જતન કરી રહ્યા છે ભલભલા લોકોના દુઃખ દૂર કરતા આ ઉંધીયાપીર ના દર્શન કરવા એ ભાવિકો પોતાનું સૌભાગ્ય સમજી અહીં આવે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.