કદાચ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ મિસ યુનિવર્સ અને મિસ વર્ડમાં ભારત તરફથી જનારી યુવતીઓને પ્રેરણા શુસ્મિતા સેન આપે છે મિસ યુનિવર્સ જીતેલ છતાં શુસ્મિતા સેનને બિલકુલ ઘમંડ નથી આવ્યું તેઓ બિલકુલ સાધારણ જિંદગી જીવી છે શુસ્મિતાએ બે બાળકીઓને રસ્તામાંથી ઉઠાવી અત્યારે તેમની મોટી કરી રહી છે.
મિસ યુનિવર્સ જીત્યા બાદ શુસ્મિતાએ 2000માં રૈનિને ગોદ લીધી તેના 10 વર્ષ પછી સુસ્મિતાએ એલિસાને ગોદ લીધી તેઓ આ બાળકીઓ હતી જેને માબાપે રસ્તાઓમાં કચરાની જેમ ફેંકી દીધી હતી શુસ્મિતાએ સિંગલ માતા હોવા છતાં આ બાળકીઓને માં બાપનો પ્રેમ આપ્યો શુસ્મિતાએ એમની સારી દેખભાળ પર કરોડો રૂપિયા ઉડાવી દીધા.
શુસ્મિતા સેનની મોટી પુત્રી રૈનિ હવે તેઓ 22 વર્ષની થઈ ચુકી છે હવે તે પણ પોતાની માતાના રસ્તે ચાલીને મિશાલ બનવા માંગે છે રૈનિના માં બાપે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય જે બાળકીને તેઓ ફેંકી રહ્યાછે તેઓ એક દિવસ રાની બનશે શુસ્મિતાની આ જીવશૈલિ તેમની અલગ ઓળખ બતાવે છે.