બોલીવુડ ના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે નું 77 વર્ષ ની ઉંમરે 26 નવેમ્બર 2022 ના રોજ પુણે ની એક હોસ્પિટલમાં નિધન થયું હતું એ સમયે વિક્રમ ગોખલે ની અંતિમયાત્રા માં તેમના મિત્રો અને પરીવારજનો જોડાયા હતા અને તેમના નિવાસસ્થાને યોજાયેલ પ્રાથના સભા માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈ કલાકારો જોવા મળ્યા નહોતા
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ખુબ ટીકાઓ પણ કરી હતી એ વચ્ચે તાજેતરમાં 21 ડીસેમ્બર સાંજે મુંબઈ ઇસ્કોન મંદિર માં સિને ટેલીવીઝન આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા વિક્રમ ગોખલે ની શ્રધ્ધાજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સબાના આઝમી દિલીપ તાહીલ કોમેડી અભિનેતા જોની લીવર.
ગજેન્દ્ર ચૌહાણ વિવેક વાસવાની સુધીર પાડે સ્મિતા જયકર અમિત બહલ જેવા ઘણા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રાથના સભા ને સંબોધન કરતા સબાના આઝમી એ જણાવ્યું હતું કે તેમની સાથે કામ કરવા નું સપનું અધુરુ રહી ગયું વિક્રમ ગોખલે સાલ 2017 થી 2022 સુધી સિન્ટા ના પ્રેસિડેન્ટ હતા જ્હોની લીવરે.
વિક્રમ ગોખલેને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે જ્યારે વિક્રમ ગોખલે સિન્ટા સાથે સંકળાયેલા ન હતા ત્યારે પણ તેઓ હંમેશા સિન્ટા અને તેના સહાયક કલાકારો માટે ઊભા હતા કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે પોતાના રાજકીય સંબંધો થી દૂર કરવાનો પ્રયાસ કરતા હતા તે એવા કલાકાર હતા જે બીજા માટે જીવતા હતા.
તેમણે સિન્ટાને એક એકર જમીન દાનમાં આપી છે જેથી ત્યાં કંઈક એવું બનાવી શકાય જે જરૂરિયાતમંદ કલાકારો માટે ઉપયોગી થઈ શકે સાથે મરાઠી ઉદ્યોગ માટે એક એકર જમીન પણ દાનમાં આપી છે સિન્ટા ના જનરલ સેક્રેટરી અભિનેતા અમીત બહલ પણ રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે વિક્રમ ગોખલે.
મારા પિતા સમાન હતા તેઓ હંમેશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મદદરૂપ બન્યા છે નાના કલાકારો ને તે હંમેશા આર્થિક રીતે મદદરૂપ થતા હતા અને તેઓ એ પોતાની ઘણી મિલકત પણ ગરીબોના ઉત્થાન માટે ફાળવેલી છે પ્રાથના સભામાં ઉપસ્થિત કલાકારો રડી પડ્યા હતા અને શોક વ્યક્ત કરી રહ્યા હતા.