Cli

આ પ્રખ્યાત અભિનેત્રીએ બોબી દેઓલ સાથેના બ્રેકઅપ પર ૩૦ વર્ષ બાદ તોડ્યું મૌન?

Uncategorized

બોબી દેઓલની યાદમાં તડપી છૂટાછેડા લીધેલી એક્સ ગર્લફ્રેન્ડ. જુનિયર દેઓલ સાથે વિતાવેલા દિવસોને ગણાવ્યા મેજિકલ. બ્રેકઅપના 30 વર્ષ પછી પણ નથી ભૂલી બોબી સાથે વિતાવેલી પળો. પહેલીવાર બોબી સાથેના સંબંધો પર તોડ્યું મૌન પરંતુ સંબંધ તૂટવાના સવાલથી બનાવી દૂરી. જી હા, ચર્ચામાં આવી ગયો છે બોબી દેઓલની જૂની અધૂરી પ્રેમ કહાનીનો કિસ્સો.

આમ તો બોબી દેઓલ પોતાની બ્યુટીફુલ વાઈફ તાન્યા આહુજા સાથે હેપ્પીલી મેરિડ છે. બંને બે દીકરાઓ આર્યમન અને ધર્મના પેરેન્ટ્સ છે. આ જ દરમિયાન બોબી સાથેના સંબંધો પર તેમની એક્સ ગર્લફ્રેન્ડે મૌન તોડ્યું છે. સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે એ એક્સ ગર્લફ્રેન્ડ કોઈ બીજી નહીં પરંતુ પૂજા ભટ્ટ છે. જી હા, 90ના દાયકાની પોપ્યુલર એક્ટ્રેસ, ડાયરેક્ટર મહેશ ભટ્ટની દીકરી અને આલિયા ભટ્ટની મોટી બહેન પૂજા ભટ્ટ. એક ઈન્ટરવ્યુમાં ખુદ પૂજા ભટ્ટે બોબી દેઓલ સાથેના પોતાના તૂટેલા સંબંધો પર વાત કરી છે. સાથે જ એ પણ જણાવ્યું છે કે

તે આજે પણ એ દિવસોને નથી ભૂલી. પૂજાનું કહેવું છે કે બોબી અને તેમની સાથે વિતાવેલી પળો મેજિકલ છે. 30 વર્ષ પછી પણ તેમણે આ યાદોને સાચવીને રાખી છે. જેના પર વધુ વાત કરીને તે તેને ખરાબ કરવા નથી માંગતી. જણાવી દઈએ કે 90ના દાયકામાં બોબી દેઓલનું નામ નીલમ કોઠારી સિવાય પૂજા ભટ્ટ સાથે જોડાયું હતું. બંનેના ડેટિંગના કિસ્સા અવારનવાર સમાચારોમાં છવાયેલા રહેતા હતા. જોકે આ સંબંધ આગળ વધી શક્યો નહીં. વળી હવે જ્યારે ઈન્ટરવ્યુમાં પૂજાને બોબી દેઓલ સાથેના અફેર વિશે પૂછવામાં આવ્યું તો એક્ટ્રેસે કોઈ પણ હિચકિચાટ વગર સ્વીકાર્યું કે

તેઓ સંબંધમાં હતા અને એક્ટ્રેસને તેમનાથી પ્રેમ થઈ ગયો હતો. આ સાથે પૂજાએ આ સંબંધ પર વાત કરતા આગળ કહ્યું કે આપણે અલગ-અલગ સિચ્યુએશનમાં જીવી રહ્યા હતા. તેમની સાથે ઘણો જાદુઈ સમય હતો. તે એક મેજિકલ માણસ હતા જેમની સાથે હું રહી. પરંતુ મને નથી લાગતું કે આ યોગ્ય સમય છે એ બાબતે ડિસ્કસ કરવાનો કે કેમ આપણે સાથે ન રહી શક્યા. પૂજાએ સાફ કહ્યું કે બોબી હવે પરિણીત છે અને તે જૂની વાતોને દોહરાવીને એ દિવસોની સારી યાદોને ખરાબ કરવા નથી માંગતી. પૂજાએ કહ્યું કે બોબી આજે પરિણીત છે અને તેમના બાળકો મોટા થઈ ગયા છે. હું તેમને લઈને ખૂબ ખુશ છું. હું અત્યારે આ વિશે વાત કરીને એ સારા સમયને ખરાબ કરવા નથી માંગતી. આપણે હંમેશા એ લોકો માટે ડિગ્નિટી જાળવી રાખવી જોઈએ

જે આપણી લાઈફમાં રહ્યા હતા અને તેમના માટે પણ જે તેમની લાઈફમાં અત્યારે છે. બોબી સાથેના અધૂરા સંબંધ ઉપરાંત પૂજા ભટ્ટે પોતાના નિષ્ફળ લગ્ન અને છૂટાછેડા વિશે પણ વાત કરી. પૂજાએ જણાવ્યું કે તે હવે પોતાના એક્સ હસબન્ડ મનીષ મખીજા સાથે બિલકુલ સંપર્કમાં નથી. મનીષ અને પૂજાનો સંબંધ લગ્નના 11 વર્ષ પછી તૂટી ગયો હતો. છૂટાછેડા પછી તેમણે મિત્ર બની રહેવાની કોશિશ કરી હતી. પરંતુ પૂજાના જણાવ્યા અનુસાર આ મિત્રતા પણ ટકી શકી નહીં કારણ કે જ્યાં રિસ્પેક્ટ નથી હોતી ત્યાં સંબંધો ટકી શકતા નથી. આજે પૂજા એ પણ નથી જાણતી કે તેના હસબન્ડ ક્યાં છે અને કઈ હાલતમાં છે. બ્યુરો રિપોર્ટ ઈ24.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *