Cli
બિપાશા બાસુ એ પોતાની 4 મહિના ની દીકરી ને આપી યાદગાર ભેટ...

બિપાશા બાસુ એ પોતાની 4 મહિના ની દીકરી ને આપી યાદગાર ભેટ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી પોતાની સાડા ત્રણ મહિનાની દીકરીને એક સુંદર ભેટ આપી છે કોઈપણ પતિ પત્નીની જિંદગી એ સમયે બદલાઈ જાય છે જ્યારે તેમના ઘર નાના મહેમાનની એન્ટ્રી થાય છે ઘર આંગણે આવેલું કે નાનું ફુલ પરિવારજનોને ઘણી બધી ખુશીઓ આપી દે છે પોતાની માસુમિયત થી ઘરના લોકોનું ધ્યાન માત્ર પોતાની તરફ એ ખેંચે છે.

મા બાપ પોતાના બાળકોની એક નાની ખુશી માટે પણ પોતાની તમામ ધન દોલત ન્યોછાવર કરવા માટે તૈયાર રહે છે અભિનેત્રી બિપાશા બસુ અને તેમના પતિ કરણસિંહ ગ્રોવર તાજેતરમાં સાડા ત્રણ મહીના પહેલા જ માતાપિતા બન્યા છે લગ્નના છ વર્ષ બાદ બિપાસા અને કરણ માતા-પિતા બન્યા છે બિપાસાએ સુંદર દીકરી દેવીને જન્મ આપ્યો છે.

બિપાશા ની દીકરી દેવી હવે ચાર મહિનાની થવા જઈ રહી છે ત્યારે બિપાશા એ પોતાની દીકરીના હાથ અને કાસ્ટ કરાવ્યા છે જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં દીકરી દેવી બિપાસાના ખંભા પર પિંક કલરના ડ્રેસમાં માસુમિયતથી સુતેલી જોવા મળે છે તો મશહુર આર્ટિસ્ટ ભાવના જસા દિકરી દેવીના.

હાથ અને પગની કાસ્ટીંગ કરી રહી છે જોકે સામે આવેલા વીડિયોમાં દીકરી દેવી નો ચહેરો દેખાતો નથી બિપાશા એ આ વીડિયોને શેર કરતા એક લાંબુ કેપ્શન પણ લખ્યું છે કે દેવી અમારી જિંદગીમાં એક આશીર્વાદ રૂપે આવી છે અને માતા પિતા રૂપે અમે તેની બાળપણની તમામ ખૂબસૂરત યાદોને સંભાળીને.

રાખવા માંગીએ છીએ તેના નાના હાથ પગ ની આંગળીઓ નો અહેસાસ એવો સુંદર અને પ્રિય છે કે તેનો હંમેશા અમે આનંદ લેવા માગીએ છીએ એટલા માટે ભાવના નો ખુબ ખુબ આભાર કે હંમેશા અમે એવું કરી શકીશું આ ખુબ સરસ ભેટ છે જે માતા પિતા પોતાને અને પોતાના બાળકોન આપી શકે છે.

બિપાસા અને કરણે સાલ 2016 માં લગ્ન કર્યા હતા જે કરણ સિંહ ગ્રોવર ના ત્રીજા લગ્ન હતાં કરણે પહેલા લગ્ન શ્રદ્ધા નિગમ અને બીજા લગ્ન જેની ફરડીગમ થી કર્યા હતા પરંતુ આ બંને લગ્ન દરમિયાન કરણ પિતા બની શક્યા નહોતા પરંતુ હવે ઘણા વર્ષો બાદ કરણ અને બીપાસા માતા પિતા બન્યા છે તો તેમની ખુશીઓ બમણી થવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *