લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને લઈને જે ખબર સામે આવી છે તે સાંભળીને કરોડો ચાહકોના દિલ તૂટી જશે આજસુધી તારક મહેતા શો ના કલાકારોના શો છોડવા ના સમાચાર સામે આવતા હતા દિશા વાકાણી શૈલેષ લોઢા ગુરુચરણ સિહં ભવ્ય ગાંધી નેહા મહેતા જેવા કલાકારો એ.
આ શો છોડી ને દર્શકો ના દિલ તોડી નાખ્યા હતા એ વચ્ચે તારક મહેતા શો ને મોટો ફટકો પડ્યો છે શો ના ડાયરેક્ટર માલવ રાજતે આ શો છોડી દિધો છે છેલ્લા 14 વર્ષથી તેઓ આ શો ના ડાયરેક્ટર હતા તારક મહેતા શો ને સૌથી મોટા મુકામ પર પહોંચાડનાર દિલથી મહેનત કરનાર માલવ રાજતે આ શોને અલવીદા કહ્યું છે.
જ્યારથી તારક મહેતા શો શરૂ થયો હતો ત્યારથી જ માલવ રાજતે શો ની જવાબદારી પોતાના માથે લીધી હતી શો ને ઘણા બદલાવો સાથે બેસ્ટ ડિરેક્ટ કરીને ભારતનો સૌથી લોકપ્રિય ટીવી શો બનાવ્યો છે તારક મહેતા શો નું મજબૂત પાસું માલવ રાજત હતા હિંદુસ્તાન ટાઇમ્સ રીપોર્ટ અનુસાર.
માલવે 15 ડીસેમ્બર ના રોજ આખરી શુટીંગ કરી હતી અને એવી વાતો પણ ચાલી રહી હતી કે પ્રોડક્શન હાઉસ અને આસિત મોદી સાથે વિખવાદ થતા તેમને શો છોડ્યો હતો પરંતુ પોતાના મીડિયા ઇન્ટરવ્યૂમાં માલવે જણાવ્યું હતું કે એવું કાંઈ જ નથી હું રાજીખુશીથી શો છોડી રહ્યો છું.
તારક મહેતા શો સાથે વર્ષોથી તેઓ જોડાયેલા હતા કલાકારો નું રીપ્લેસમેન્ટ થઈ શકે છે પરંતુ ડાયરેક્ટર નું નહીં કારણકે તેઓ શો ના કર્તા ધર્તા હોય છે આ વચ્ચે તારક મહેતા શો પર કાળા વાદળો ઘેરાઈ ગયા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.