Cli

ભાવનગરમાં ઘરડી મા અને દીકરા સાથે બનેલી આ સત્ય ઘટના જાણી રૂંવાડા ઉભા થઈ જશે.

Uncategorized

વિનોદભાઈના માતાશ્રી હોસ્પિટલમાં એડમિટ હતા અને આજે એના જીવનના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા એની માતાની ઉંમર 75 વર્ષની આસપાસ હતી અને અંત સમયે એણે વિનોદભાઈ ને એવું કહ્યું કે બેટા મેં મારી ભજનની ડાયરીમાં એક ચિઠ્ઠી મૂકેલી છે એટલે મારું બારમું પતી જાય ત્યારબાદ એ ચિઠ્ઠી શાંતિથી વાંચી લેજે કેમ કે મારે એક વાત જે તને કરવી હતી એ હું અત્યાર સુધી ક્યારેય તને નથી કહી શકી એ બધી જ વાતો એ ચિઠ્ઠીમાં લખેલી છે.

આટલું બોલતા બોલતા વિનોદભાઈના માતાશ્રી મૃત્યુ પામ્યા એટલે વિનોદભાઈ ખૂબ રડવા લાગ્યા કેમ કે એને એના મમ્મી સાથે ઘણો બધો લગાવ હતો એટલે એને એના મમ્મીના મૃત્યુનો ખૂબ આઘાત લાગ્યો વિનોદભાઈની ઉંમર 45 વર્ષની હતી પરંતુ એ એના મમ્મીને એક નાના બાળક જેવો પ્રેમ કરતા હતા હવે માતાનું બારમું પૂરું થઈ ગયું અને એની બધી જ વિધિ પૂરી થઈ ગઈ ત્યારબાદ બધા જ મહેમાનો પોત પોતાના ઘરે જતા રહ્યા એટલે વિનોદભાઈને એના મમ્મીએ કહેલી વાત યાદ આવી અને એણે રાત્રે એના મમ્મીની ભજનની ડાયરી લીધી અને એમાં મૂકેલી ચિઠ્ઠી કાઢી તો ચિઠ્ઠી ઉપર એવું લખ્યું હતું કે વિનોદ તું તારી પત્ની અને સંતાનો સાથે બેસીને આ ચિઠ્ઠી વાંચજે પત્ર જોઈને એવું લાગતું હતું કે આ પત્ર ઘણા વર્ષો પહેલાં લખાયેલો હશે કાગળ એકદમ જૂનો થઈ ગયો હતો.

હવે વિનોદભાઈએ એની પત્ની અને બાળકોને એક રૂમમાં ભેગા કર્યા અને એના મમ્મીની છેલ્લી ઈચ્છા જણાવી અને એની પત્નીને એવું કહ્યું કે તું આ પત્ર વાંચવાની શરૂઆત કર ત્યારબાદ એના પત્નીએ પત્ર વાંચવાનું શરૂ કર્યું એમાં એવું લખ્યું હતું કે વિનોદ આ પત્ર એટલા માટે લખું છું કેમ કે તારા પિતાજીએ મને જીવતા જીવ તને કંઈ પણ કહેવાની ના પાડી હતી એટલે હું જ્યારે પણ મૃત્યુ પામું ત્યારે હું તને કંઈક જણાવવા માગું છું આજે જ્યારે હું આ લખું છું ત્યારે તારા પિતાજીનું મૃત્યુ થયું એને એક મહિનો થઈ ગયો છે તારા અને તારા પિતાજીના સંબંધો ક્યારેય પણ સારા નથી રહ્યા કેમ કે બાળપણથી યુવાની સુધી તારે તારા પિતાજી સાથે હંમેશા મતભેદ રહ્યો છે અને ત્યારબાદ મનભેદ થઈ ગયો હતો અને તને તો હંમેશા એવું લાગતું હતું કે તારા પિતાજી તારી લાગણીઓને સમજતા નથી અને એને એવું લાગતું હતું કે તું એને સમજતો નથી અને તમારા બંનેની વચ્ચે હું પીસાતી રહી.

તારા પિતાજી થોડા ગુસ્સાવાળા હતા પરંતુ એ અંદર ખૂબ પ્રેમાળ હતા એ એની લાગણી ક્યારેય પણ જાહેર કરતા નહોતા પરંતુ એ તને અને તારી બહેનને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ તને મારી માયા વધારે હતી એટલે જ્યારે પણ તારે પૈસા અથવા કોઈપણ વસ્તુની જરૂર હોય ત્યારે એ મારા થકી તારી જરૂરિયાતો પૂરી કરતાં દીકરા તારી દરેક જરૂરિયાતનો પાયો તારા પિતાજીનો છે અને આ બધી વાતો તો ઠીક છે કેમ કે આ બધું તો દરેક માતા-પિતા કરતા હોય છે પરંતુ તારી જિંદગીની એક ખૂબ મહત્વપૂર્ણ વાત એ છે જે મારા સિવાય બીજા કોઈને ખબર નથી અને એ આજે મારે તને જણાવવી છે બેટા તારા લગ્ન થયા એના થોડા સમય બાદ તે અને તારા પિતાજીએ સાથે રહેવાનું છોડી દીધું હતું .

એમાં તારી પત્નીનો કોઈ વાંક નથી પરંતુ તારા અને તારા પિતાજીના મનમાં રહેલો મતભેદ હતો બેટા તને યાદ હશે કે આજથી એક વર્ષ પહેલાં તારો અને તારી પત્નીનો ખૂબ મોટો અકસ્માત થયો હતો ત્યારે તું અને તારી પત્ની બંને આઈસીયુ માં જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા હતા ત્યારે તારી પત્નીની હાલત ખૂબ વધારે ખરાબ હતી અને એને પેટમાં વધારે વાગ્યું હતું અને એની બંને કિડની ડેમેજ થઈ ગઈ હતી ત્યારે એના જીવ યુવાના સાંજ ખૂબ ઓછા હતા અને એને તાત્કાલિક કોઈ કિડની ડોનેટ કરે એવા વ્યક્તિની જરૂર હતી ત્યારે તું બેભાન અવસ્થામાં હતો અને તને આ બધી વાતોની કોઈ ખબર નહોતી ત્યારે ડોક્ટરે ઘણા બધા સેમ્પલ લીધા ત્યારે તારા પિતાની કિડની મેચ થઈ ગઈ આટલું વાંચતા જ વિનોદભાઈની પત્નીની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી અને એને વાંચવાનું બંધ કરી દીધું અને રડતા રડતા કહેવા લાગી કે હવે આગળ હું નહીં વાંચી શકું એટલે તમે વાંચો ત્યારબાદ વિનોદભાઈએ કઠણ કાળજું રાખીને આગળ વાંચવાનું શરૂ કર્યું તો એમાં એવું લખ્યું હતું કે બેટા તારા પિતાની કિડની મેચ થઈ ગઈ અને તારા પિતાજી પોતાની કિડની તારી પત્નીને આપવા માટે તૈયાર થઈ ગયા.

પરંતુ મેં એને આવું કરવાની ના પાડી અને એવું કહ્યું કે તમને તો પહેલાથી જ એક કિડનીમાં તકલીફ છે અને કદાચ તમે તમારી સારી કિડની ડોનેટ કરી દેશો તો તમારી હાલત ખરાબ થઈ જશે પરંતુ એ સમયે તારા પિતાજીએ મારી વાત ન માની અને મને એવું કહ્યું કે તું અત્યારે મારી ચિંતા ન કર પરંતુ આપણા દીકરા અને વહુની ચિંતા કર કદાચ એની પત્નીને કંઈક થઈ જશે તો એને તો હજુ આખી જિંદગી જીવવાની બાકી છે અને એના બાળકો હજુ નાના છે એટલે પત્ની વગર મારો વિનોદ બિચારો શું કરશે આટલું વાંચતા જ વિનોદભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને એના મનમાં ડૂમો ભરાઈ ગયો એટલે વિનોદભાઈના 15 વર્ષના દીકરાએ પત્ર પોતાના હાથમાં લઈને વાંચવાનું શરૂ કર્યું તો આગળ એવું લખ્યું હતું કે તને તો ખબર છે કે હું મારા વિનોદને કેટલો બધો પ્રેમ કરું છું તો પછી એ પ્રેમ ખાતર પણ મારે એની પત્નીને કોઈપણ ભોગે બચાવી પડશે મારે અને વિનોદને ક્યારેય પણ બન્યું નથી.

પરંતુ એનો મતલબ એવો નથી કે હું એક પિતા હોવાનું કર્તવ્ય ભૂલી જાઉં અને આ વાત માટે મારે મારા દીકરા પાસેથી કોઈપણ પ્રકારની સહાનુભૂતિ નથી જોઈતી મારો દીકરો ખૂબ મજબૂત છે એટલે તું આજે મને એક વચન આપ કે મારા અથવા તારા મૃત્યુ સુધી વિનોદને આ વાતની ખબર ન પડવી જોઈએ કેમ કે મારે મારા દીકરાને મારા એહસાનના ભાર નીચે નથી રાખવું અને આપણે તો માતા-પિતા છીએ એટલે આપણે આપણા સંતાનો માટે એહસાન જતાવ્યા વગર કંઈક ને કંઈક કરવું જોઈએ દીકરા ત્યારે તારા પિતાજીએ મારી વાત ન માની અને તારી પત્નીને પોતાની કિડની આપી દીધી આ વાતની ડોક્ટર અને મારા સિવાય કોઈને ખબર ન પડવા દીધી એની કિડની ડોનેટ થયા બાદ તારા પિતાજીની તબિયત બગડવા લાગી અને થોડા દિવસોમાં એનું મૃત્યુ થયું પરંતુ એ સમયે તું તારા પિતાજીની ખબર કાઢવા પણ ઘરે ન આવ્યો અને તને તો એટલી પણ ખબર નહોતી કે તારા પિતાજીનું મૃત્યુ એની કિડની ફેલ થવાથી થયું છે .

પરંતુ બેટા મને આ કોઈ પણ વાતનો અફસોસ નથી પરંતુ હું એક વાત સહન નથી કરી શકતી કે તું તારા પિતાજીની જીવનભર નિંદા કરતો રહ્યો અને એને એક દીકરાનો પ્રેમ ન આપી શક્યો દીકરા મને જીવનભર એ વાતનો અફસોસ રહી ગયો અને એટલે જ આજે આ પત્ર લખીને તારા માટે મૂક્યો છે અને જ્યારે તું આ પત્ર વાંચતો હોઈશ ત્યારે મેં પણ આ દુનિયા છોડી દીધી હશે દીકરા તારા પિતાજી તને ખૂબ પ્રેમ કરતા હતા એટલું જ મારે તને કહેવું હતું અને દરેક માતા-પિતા પોતાના સંતાનોને પ્રેમ તો કરતા હોય છે છે કદાચ ક્યારેક કોઈ વાતનો વિરોધ થાય અથવા મતભેદ થાય તો પણ માતા-પિતાનો પ્રેમ ઓછો નથી થતો બેટા તારા પિતાજી મને હંમેશા એવું કહેતા કે પિતાના પ્રેમને સમજવા માટે પિતા બનવું પડે મારો વિનોદ પિતા બનશે ત્યારે મારા પ્રેમને પણ સમજી જશે બેટા તું અને તારો પરિવાર હંમેશા સુખી રહે એવી જ મારી અને તારા પિતાજીની ભગવાન પાસે પાસે પ્રાર્થના છે વૃદ્ધ દાદીમાં નો પત્ર વાંચીને વિનોદભાઈ નો દીકરો અને દીકરી ચૂપચાપ એના પિતાને જોઈ રહ્યા હતા એના મોનમાં જાણે એક સવાલ હતો અને વિનોદભાઈની હાલત કાપી નાખે તો લોહી ન નીકળે એવી હતી એની હાલત તો એવી હતી કે હવે પસ્તાવો કરે તો કોની સામે કરે કારણ કે માતા-પિતા હવે આ દુનિયામાં હાજર નહોતા ત્યારબાદ વિનોદભાઈ ઊભા થઈને ઘરમાં મંદિર સામે ગયા અને બે હાથ જોડીને જોર જોરથી રડવા લાગ્યા કારણ કે એ કંઈ પણ બોલી શકવાની હાલતમાં નહોતા ત્યારે એનો દીકરો એની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા હું જીવનભર તમારું ધ્યાન રાખીશ કદાચ તમે મને ખીચાશો અથવા તો આપણા વચ્ચે ક્યારેક મતભેદ થશે તો પણ હું તમારો સાથ નહીં છોડું કારણ કે આજે મારા દાદાની વાત પરથી હું સમજી ગયો છું કે એક પિતા પોતાના સંતાનો માટે શું કરી શકે છે.

ત્યારે વિનોદભાઈએ પોતાના પુત્રને ગળે લગાવી લીધો અને જોર જોરથી રડવા લાગ્યા મિત્રો માતા-પિતા એક એવું વૃક્ષ હોય છે જેની શીતળ છાયામાં સંતાનો હંમેશા સુરક્ષિત મહેસુસ કરે છે માતા-પિતા કદાચ કોઈપણ વાતના લીધે સંતાનોથી નારાજ હોય તો પણ સંતાનો પ્રત્યે એનો પ્રેમ અને લાગણી ક્યારેય ઓછી નથી થતી એને હંમેશા પોતાના સંતાનોની ચિંતા હોય છે એટલે કદાચ તમારા માતા-પિતા જીવિત હોય અને એની સાથે ક્યારેક કોઈ મતભેદ થાય તો એક બાળક તરીકે આપણી એવી ફરજ બને છે કે આપણે આપણા માતા-પિતાથી નારાજ ન રહેવાય .

માતા-પિતા ક્યારેક કોઈ વાતને લઈને ઠપકો આપે તો સહજ ભાવથી એની વાત સાંભળી લેવી જોઈએ કેમ કે માતા-પિતા રૂપી વૃક્ષની છાયા દરેક સંતાનોના ભાગ્યમાં નથી હોતી એટલે એ હયાત હોય ત્યાં સુધી એની સેવા કરીને એને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરવી જોઈએ તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વીડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *