ભરવાડ સમાજમાં આજે ઘેરો માતમ છવાઈ ગયો છે એકસાથે સાત દીવા ભુજાઈ ગયા છે અને પરિવારનું આંગણું સુનું થઈ ગયું છે એક બાજુ રો કક્કડ આંસુઓની ધાર અને હચમચાવી દે એવા દ્રશ્ય સુરેન્દ્રનગર પાસેથી સામે આવ્યા છે. નમસ્કાર આપની સાથે હું છું પાયલ. ગુજરાતના હાઈવે પર અકસ્માતનો કાળો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. રોજ સવારે ઉઠી અને જ્યારે અકસ્માતના સમાચાર સાંભળીએ ત્યારે
વધારેને વધારે ભયંકર બનતા જાય છે. આજે વહેલી સવારમાં લખતર વિરમગામ હાઈવે પર બનેલી દુર્ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે. લખતર નજીક ભાસ્કરપરા ગામની સીમમાં શ્રદ્ધાથી ભરેલો પદયાત્રીઓનો સંઘ પસાર થઈ રહ્યો હતો. રાજકોટથી ગઢડા ગામમાં મંદિરે ધજા ચડાવવા નીકળેલા આ યાત્રાળુઓ દિલમાં ભક્તિ અને વિશ્વાસ લઈને નીકળ્યા હતા પરંતુ આ યાત્રા
તેમની છેલ્લી યાત્રા સાબિત થશે એવી કોઈને કલ્પના ન હતી. છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા કાળમુખા ટ્રકે નિર્દોષ યાત્રાળુઓને કચડી નાખ્યા. એક જ પળમાં ખુશીઓ ચીસોમાં ફેરવાઈ ગઈ અને હાઈવે પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા. આ અકસ્માતમાં પાંચ મહિલા અને બે પુરુષોના મૃત્યુ થયા એમ કુલ મળી અને સાત લોકોએ ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો મસાભાઈ મુંધવા જલુબેન મુંધવા રાણીબેન લાંબરિયા અને વજીબેન સહિતના અનેક લોકોના મૃત્યુ થયા મળતી માહિતી મુજબ આ તમામ મૃતકો ભરવાડ સમાજના હતા
મુંધવા પરિવારના સભ્યો હતા અને એટલે જ આખા સમાજમાં અત્યારે રોગ કક્કડ છે. એક જ પરિવારના અનેક સભ્યો એકસાથે ગુમાવ્યા પછી ઘરમાં અત્યારે શોક છે. અકસ્માત થતા સ્થાનિક લોકો તરત જ ત્યાં દોડીને આવ્યા પરંતુ સમય એટલો ન રહ્યો કે એમનો જીવ બચાવી શકાય. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં પરિવારજનોનો આકરંદ અને સમાજના અગ્રણીઓની ભીની આંખો આ દુઃખની ગંભીરતા જણાવે છે કે કેટલી ગંભીર ગંભીર આ પરિસ્થિતિ છે
એકસાથે એક પરિવારના સાત લોકોના મૃત્યુ અને એમાં પણ તમે સમજો કે સાત લોકો શ્રદ્ધાની સાથે ધજા ચડાવવા માટે જતા હતા અને એક પુરપાટ ઝડપે ટ્રક આવે અને એમને કચડી નાખે ત્યારે કેટલા બધા સવાલ થાય આ બેફાર્મ ટ્રક ચાલકો ક્યારે અટકશે આ બેફાર્મ ટ્રક ચાલકે માત્ર આ સાત લોકોના જીવ જ નહીં પરંતુ એમના સપના આશાઓ અને એમના જીવનને કચડી નાખ્યું છે.
આ બધા જ લોકો જ્યારે પૂરપાટ ઝડપે ગાડી ચલાવતા હોય ટ્રક ચલાવતા હોય ત્યારે એ ભૂલી જાય છે કે અનેક લોકો અનેક નિર્દોષ લોકોના જીવનો ભોગ લે છે. આ ક્ષણની બેદરકારી કેટલાય પરિવારને સદાકાળ માટે તોડી નાખે છે અને એક ક્ષણથી પછી શું થાય એ આપણે તથ્યમાં પણ જોયું છે અને હાઈવે પર થતા તમામ અકસ્માતોમાં આપણે જોયું છે કે એક ક્ષણ બેદરકારી અને તમે પૂરપાટ ઝડપે ચલાવી રહેલી રહેલા એ વાહનના કારણે અનેક લોકો પોતાના પરિવાર ગુમાવી દે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો