બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશનને લઈને છેલ્લા કેટલાય દિવસોથી મીડિયામાં ચર્ચા જોવા મળી રહી છે જેમાં ચર્ચા કરવામાં આવી રહી હતી કે સબા આઝાદ અને ઋત્વિક રોશન એકબીજાને ડેટ કરી રહ્યાછે એ ત્યારે શરૂ થયું હતું જયારે બંને મોડી રાત્રે એક રેસ્ટોરેંટમા જોવા મળ્યા હતા તેના શિવાય પણ ઋત્વિક રોશનના.
પરિવારની એક તસ્વીર સામે હતી જેમાં સબા ઋત્વિકના પરિવારના ગ્રુપ ફોટો સાથે સબાનો ફોટો જોવા મળ્યો હતો તેના બાદ તમામ ફેન્સ ઋત્વિક રોશનના વિષે કંઈપણ જાણવા ઉતાવળા છે પરંતુ ઋત્વિક અને સબાએ અત્યાર સુધી તેને લઈને કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું હવે એ બધી ચર્ચાઓ બાદ ઋત્વિક રોશને.
સબાની એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે જેના કારણે એમણે અફેરની ચર્ચાઓને વધુ તેજ બનાવી છે જણાવી દઈએ ઋત્વિકે જે ફોટો શેર કરી છે તેમાં સબા સાથે નસિરુદીન શાહના પુત્ર ઇમાદ શાહ પણ જોવા મળી રહ્યાછે જેઓ એમના મ્યુઝિક લાઈનથી નજીક છે એમનો શો શુક્રવારે પુણેમાં થયો હતો.
જેમાં સબાનું પરફોર્મન્સ હતું જેમાં ઋત્વિકે સબાનો ઉત્સાહ વધારતા કેપશનમાં લખ્યું કમાલ કરી દયો તમે લોકો ઋત્વિક ભલે પોતાનો સબંધ કબુલતા ન હોય પરંતુ સબાની આ શેર કરેલ સ્ટોરી ઘણુંબધું કહી જાય છે સબાનો આ ફોટો ઋત્વિકની સ્ટોરીમાં સામે આવતા એમના ફેન્સ ફરીથી ચર્ચાઓ કરવા લાગ્યા છે.