જેને કઈક કરવું જ છે એના માટે ૨૪ કલાક પૂરતા છે અને જેને કઈ કરવું જ નથી એની પાસે ક્યારેય સમય બચવાનો જ નથી. આવું કહેતા તો તમે અનેક લોકોને સાંભળ્યા હશે. અનેક જગ્યાએ વાંચ્યું પણ હશે. પરંતુ દુનિયામાં ઘણા એવા લોકો પણ હોય છે જે પુસ્તકોમાં લખાયેલા આ વાક્યોને હકીકતમાં સાબિત કરી બતાવતા હોય છે. આવા જ કેટલાક લોકોમાંથી એક છે દામનગરની હિમાની ગઢવી.
આજના યુગમાં જ્યારે યુવાનો સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે લીપસિંગનો સહારો લઇ વીડિયો પર વીડિયો બનાવતા હોય છે એવા સમયમાં હિમાની ગઢવી એ પોતાના અવાજમાં અમે વગડાના વાસી ગીત ગાઈ રાતોરાત લોકપ્રિયતા મેળવી લીધી છે એ તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે એ જાણો છો કે હિમાની ગઢવી એ આજ સુધી સંગીતની કોઈ ખાસ તાલીમ લીધી નથી. હિમાની શાળાના પ્રોગ્રમામાં ગાવાની શરૂઆત કરી હતી.
જે બાદ તેમના ભાઈ અને કાકાને હિમાનીના અવાજમાં કઈ ખાસ હોવાનુ લાગતા તેમજ કલાકાર બનવાની આવડત હોવાનું જણાતા તેમને હિમાની ને આ ક્ષેત્રે આગળ આવવા પ્રેરણા આપી અને ભાઈએ બહેનના વીડિયો બનાવવાનું શરુ કર્યો હતું વાયરલ વિડીયો અંગે વાત કરતાં જણાવ્યું કે, તે ગામમાં આવ્યા હતા અને તે સમયે તેમના ભાઈને અચાનક જ વીડિયો બનાવવાનો વિચાર આવ્યો . જે બાદ હિમાની એ અમે વગડાના વાસી ગીત ગાયું અને ભાઈએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો હતો એ મને કહ્યું કે તને આશા ન હતી કે આ વિડીયો આટલો વાયરલ થશે પરંતુ વિડીયો રાતોરાત વાયરલ થઈ ગયો હતો.
સાથે જ તેને જણાવ્યું કે વિડીયો વાયરલ થયા બાદ તેની લોકપ્રિયતા ખૂબ જ વધી છે અને તેની શાળામાં પણ તેને ખૂબ જ માન મળી રહ્યું છે. સંગીત અંગેના શોખ તેમજ તાલીમ અંગે વાત કરતા હિમાની એ કહ્યું કે તે ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતી હોવાથી પૂરતો સમય મળતો નથી. પરંતુ ભાઈ અને કાકાની સલાહ હેઠળ તે થોડી થોડી પ્રેક્ટિસ કરે છે.તેને કહ્યું કે પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તે આ જ ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે હિમાનીના વિડીયો વાયરલ થયા બાદ ડાયરા કિંગ કિર્તીદાન ગઢવીએ હિમાનીની મુલાકાત લીધી હતી આ કિસ્સા પરથી કહી શકાય કે, જો તમારામાં આવડત હોય તો તમારે કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર નથી હોતી જરૂર હોય છે તો માત્ર મહેનત કરવાની.