બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં આવી ચૂક્યા છે ફિલ્મ પઠાણમાં તેઓ દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સાથે જોવા મળશે આ ફિલ્મના રિલીઝ થતા પહેલા જ વિવાદ જોવા મળ્યો હતો.
ફિલ્મ પઠાન નું બેશરમ રંગ સોંગ રિલીઝ થતા વિવાદ સર્જાયો હતો ઘણા બધા લોકોએ બેશરમ રંગ માં દિપીકા પાદુકોણે પહેરેલી ભગવા રંગની બિકીની પર આપત્તિ દર્શાવી હતી અને ફિલ્મ પઠાન ને બોયકોટ કરવાની ચિમકી ઉચ્ચારી હતી ઠેર ઠેર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણના પૂતળા.
સ!ળગાવીને વિરોધ દર્શાવ્યો હતો અને આ સમયે એવી પણ ખબર સામે આવી હતી કે ફિલ્મ પઠાણમાંથી બે શરમ રંગને દૂર કરવામાં આવશે પરંતુ આ વચ્ચે તાજેતરમાં શાહરુખખાને પોતાનું મૌન તોડ્યું છે ફિલ્મ રિલીઝ થવાને માત્ર પાંચ દિવસની વાર છે એ વચ્ચે યશરાજ ફિલ્મ્સ તરફ થી એક વિડીઓ.
શેર કરવામાં આવ્યો છે જે વીડિયોમાં બોલીવુડ અભિનેતા શાહરુખ ખાને પોતાના બેશરમ રંગ સોંગમાં દીપિકા પાદુકોણના અભિનયના ખુબ વખાણ કર્યા છે શાહરુખ ખાને જણાવ્યું કે દીપિકા ખૂબ જ શાનદાર અભિનેત્રી છે તેને આ ફિલ્મોમાં એક્શન પણ જોરદાર કરી છે બેશરમ રંગ સોંગ માટે અમારે.
દીપિકા પાદુકોણ જેવી જ અભિનેત્રી જોઈતી હતી જેનું કદ રૂપ અને રંગ એક્સન બધું જ પરફેક્ટ જોવા મળે જ્યારે તમે બધા પઠાણ ફિલ્મ જોશો ત્યારે સમજી જશો કે કેવી રીતે તે સરસ ડાન્સ અને એક્સન કરે છે શાહરૂખ ખાનનું નિવેદન એ સમયે સામે આવ્યું છે જ્યારે આ ફિલ્મની એડવાન્સ બુકિંગ.
શરૂ કરી દેવામાં આવી છે મીડિયા રિપોર્ટ અનુસાર માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ ફિલ્મ પઠાણની એડવાન્સ બુકિંગ ખૂબ જ મોટા પાયે જોવા મળી રહી છે ભારતમાં અત્યારથી જ ફિલ્મ પઠાણના શો થિયેટરમાં હાઉસફુલ જોવા મળી રહ્યા છે ફિલ્મ પઠાણની ટિકિટોનું ધૂમ વેચાણ ઓનલાઇન જોતા.
શાહરુખ ખાનમાં એટલો વિશ્વાસ આવી ગયો છે કે તે ફિલ્મ પઠાણનું પ્રમોશન પણ કરી રહ્યા નથી ફિલ્મ રિલીઝ પહેલા જ તેને સારું પ્રતિભાવ મળી રહ્યો છે જે એડવાન્સ બુકિંગ પરથી જોવા મળે છે ફિલ્મ રિલીઝ પહેલા પોતાનું આ નિવેદન આપીને શાહરૂખખાને ટ્રોલરોને મુતોડ જવાબ આપ્યો છે.