કંગના રાણાવત અત્યારે તેની આવનાર ફિલ્મ ધાકડના પ્રમોશનમાં વ્યસ્ત છે તેઓ અલગ અલગ જગ્યાએ જઈને ફિલ્મનો પ્રચાર કરી રહી છે કંગના બુદ્ધ પૂર્ણિમાના અવસર પર તિરુપતિ બાલાજી મંદિર પહોંચી છે અહીં સ્ટારે દર્શન કરીને આશીર્વાદ લીધા એક્ટરે તેમની આ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે.
કંગના રાણાવતે સોમવારે પોતાની આ તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે કંગના સાથે ધાકડ ફિલ્મના પ્રોડ્યુસર દિપક મુકુટ અને એમની પત્ની કૃષ્ણા મુકુટ પણ જોવા મળ્યા બધાએ એક સાથે ઉભા રહીને તસ્વીર શેર કરી છે કંગનાએ આ પોસ્ટ શેર કરતા કહ્યું કે ધાકડના પ્રોડ્યસર દિપક મુકુટ એમની પત્ની કૃષ્ણા અને ટીમના સદસ્યો સાથે તિરુપતિ બાલાજીના દર્શન કર્યા.
એમણે વિષ્ણુ માન્ચુ અને ધર્મ રેડ્ડીના દર્શન કરાવવા માટે આભાર માન્યો હતો કંગના રાણાવતની ફિલ્મ ધાકડ 20 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેમાં કંગના સાથે અર્જુન રામપાલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે રજનીશ ઘાઈના ડાયરેકશનમાં બનેલ આ ફિલ્મમાં કંગના એજન્ટ અગ્નિનું પાત્ર નિભાવતી જોવા મળશે.