ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ અને બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી લાંબા સમય ના પોતાના લવ ઇન રિલેશનશિપ બાદ આજે 23 જાન્યુઆરી 2023 ના રોજ લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ એકબીજા ના થઈ ગયા છે આજરોજ સુનીલ શેટ્ટી ના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસ પર બંનેના.
લગ્ન યોજવામાં આવ્યા હતા જે દરમિયાન અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ના સાંજે 4 વાગે લગ્નના 7 ફેરા પુરા થતા મિડીયા સામે આવી શાનદાર અંદાજમાં પોઝ આપ્યા હતા કે એલ રાહુલ વાઈટ શેરવાની માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા તો અથીયા શેટ્ટી આછી ગુલાબી ચણીયાચોળી માં ખુબ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
ગળામાં ડાયમંડ નો ખુબ જ કિમંતી હાર પહેરીને તેને હાથોમાં મહેંદી લગાવીને પોતાના પતિ કે એલ રાહુલ ના ગળામાં હાથ નાખીને સુદંર પોઝ આપ્યા હતા કે એલ રાહુલ પણ ખુબ જ ખુશ દેખાતા હતા બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા લોકો બંને ને પોતાના સારા લગ્ન જીવનની.
મંગલ કામનાઓ પાઠવી રહ્યા હતા અથીયા શેટ્ટી ની લગ્ન દરમિયાન ની પણ ખુબ જ તસવીરો સામે આવી હતી જેમાં તે કે એલ રાહુલ સાથે ખુબ ખુશી વ્યક્ત કરીને પોઝ આપી રહી હતી ખાશ અદાજંમા બંને એ ફોટોશૂટ કરાવેલું હતું જે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર સામે આવતા ફેન્સ બંનેની જોડી ને.
ખુબ પસંદ કરી રહ્યા હતા કે એલ રાહુલ પોતાના લગ્ન ના કારણે ન્યુઝીલેન્ડ પ્રવાશ પર ગયા નથી કે એલ રાહુલ લાંબો સમય થી અથીયા શેટ્ટી ની સાથે લવ ઇન રિલેશનશિપમાં હતા જેની ઓફીસીયલ જાહેરાત સુનીલ શેટ્ટી ના દિકરા આહાન શેટ્ટી ની ફિલ્મ તડપ ની સ્ક્રિનિંગ સમયે કરવામાં આવી હતી.
જે દરમિયાન શેટ્ટી પરીવાર સાથે કે એલ રાહુલ પણ ઉપસ્થિત હતા પોતાની પુત્રી ના લગ્ન માં સુનીલ શેટ્ટી પણ ટ્રેડિશનલ કુર્તા દોસ્તીમાં જોવા મળ્યા હતા ગળામાં રુદ્રાક્ષની માળાઓ થી સજ્જ તેમને હાથ જોડી ને મિડીયા અને પેપરાજીને જમવા આમંત્રીત કર્યા હતા તેમની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ હતી.