Cli

ગૌરવ ખન્ના બિગ બોસ 19ના વિજેતા બન્યા!

Uncategorized

ગૌરવ ખન્નાના માથે બિગ બોસ 19 ના વિજેતા નો તાજ સજ્યો છે. ફરહાના, તાન્યા, પ્રણીત અને અમાલને હરાવીને ટીવીનો સંસ્કારી દામાદ બની ગયો છે બિગ બોસના ઘરની સરકારનો સરતાજ. હા, અંતે બિગ બોસના 19મા સીઝનના 106 દિવસના સફરનો અંત આવ્યો અને અમને બિગ બોસ 19 નો વિજેતા મળી ગયો. 17 સ્પર્ધકોને પાછળ રાખીને અને ટોપ ફાઇવમાં પહોંચી ગૌરવ ખન્ના

આ સીઝનના સૌથી મોટા બાજીગર બન્યા છે.7 ડિસેમ્બરની રાતે બિગ બોસનું ગ્રેટ ગ્રાન્ડ ફિનાલે યોજાયું, જે ડ્રામા, સસ્પેન્સ અને ટ્વિસ્ટોથી ભરેલું હતું. ટોપ ફાઇવ સ્પર્ધકો—ગૌરવ ખન્ના, ફરહાના ભટ્ટ, પ્રણીત મોરે, તાન્યા મિત્તલ અને અમાલ મલિક વચ્ચે ટ્રોફી માટે જંગ ચાલી હતી. ફરહાનાને જીતનો મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો,

જ્યારે પ્રણીત અને તાન્યા પર પણ જીતની આશા લગાડવામાં આવી હતી. પરંતુ બધાને પાછળ મૂકી ગૌરવ ખન્ના ઘરે લઈને ગયા છે બિગ બોસ 19 ની વિજેતા ટ્રોફી. વિજેતા ટ્રોફી સાથે 50 લાખ રૂપિયા રોકડ અને એક ચમકદાર કાર પણ ગૌરવને મળી છે.ગ્રાન્ડ ફિનાલેની રાતે ભારે ઉથલપાથલ જોવા મળી.

ટોપ ફાઇવમાંથી સૌથી પહેલા સિંગર અમાલ મલિક બહાર થયા. પછી તાન્યા મિત્તલ બહાર થઈ, જે સૌથી શૉકિંગ હતું કારણ કે તેને મજબૂત દાવેદાર માનવામાં આવતી હતી. ત્યારબાદ પ્રણીત મોરે ત્રીજા નંબરે રહ્યા. તેમનું જીતના નજીકથી હારી જવું ફેન્સને નિરાશ કરતું હતું.અંતે વિજેતા માટેની મુકાબલો ગૌરવ ખન્ના અને ફરહાના ભટ્ટ વચ્ચે રહ્યો. બાર વાગ્યે સલમાન ખાનએ વિજેતા તરીકે ગૌરવ ખન્નાનુ નામ જાહેર કર્યું.

ગૌરવની જીતે ઘણા વિવાદો ઉભા કર્યા છે. સોશ્યલ મીડિયા પર ફરીથી શોને ફિક્સ હોવાનું કહેવાયું. અનેક લોકોએ આક્ષેપ કર્યો કે વિજેતા તરીકે ગૌરવનું નામ પહેલેથી નક્કી હતું.બિગ બોસ હાઉસમાં ગૌરવનો સફર ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો. ઘરમાં સતત ઝગડા, ચીલાચાલા વચ્ચે ગૌરવએ શાંતિ અને સજ્જનતાનો માર્ગ પસંદ કર્યો,

જે તેમની સૌથી મોટી શક્તિ બની. તેમ છતાં તેમની વ્યક્તિગત જીવનની ચર્ચા પણ ઘણી થઈ—પિતા ન બનવાનો અને પત્નીએ મા ન બનવાનો નિર્ણય—આ મુદ્દાઓએ શોમાં ચર્ચા જગાવી હતી. તેમને સિંપેથી કાર્ડ રમવાનો આરોપ પણ લાગ્યો.પરંતુ બધાં વિવાદોની વચ્ચે ગૌરવ બિગ બોસ 19 ના હીરો બની ગયા. બિગ બોસ જીતતા પહેલાં પણ ગૌરવ માસ્ટર શેફનો ખિતાબ જીતી ચૂક્યા છે. અને સ્ટાર પ્લસના ‘અનુપમા’ સિરિયલમાં અનૂજ કપાડિયા તરીકેની ભૂમિકાએ તેમને ઘરઘરનો દામાદ બનાવી દીધા હતા.–.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *