ક્યારેક ફિલ્મ અને વાસ્તવિકતા વચ્ચેની ભેદરેખા ભૂસાઈ જાય છે તો તમે કદાચ અજય દેવગનની ફિલ્મ રેડનો બીજો ભાગ જોયો હશે આ ફિલ્મમાં એક દ્રશ્ય ખૂબ ધ્યાન ખેંચે છે જેમાં ખેતરોમાંથી કાળા નાણાથી ભરેલા બોક્સ મળે છે હવે અદ્દલ એવો જ સીન રિયલ લાઈફમાં પણ ભજવાયો છે પશ્ચિમ બંગાળની આ વાત છે ઉત્તર 24 પરગણાના બાદુડિયાની આ વાત છે જ્યાં એક એવી ઘટના સામે આવી છે જે કોઈ રોમાંચક વેબ સિરીઝની વાર્તા લાગે છે બાદુડિયા નગરપાલિકાના ચેરમેન દીપાંકર ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી હતી પણ ખરો ખેલ તો એના બીજા દિવસે શરૂ થયો જ્યારે પોલીસે તૃણમૂલ કોંગ્રેસના આ નેતાના ફાર્મ હાઉસની બાજુમાં આવેલા ષણના એક ખેતરમાં દરોડો પાડ્યો ખેતરમાં ચારેય તરફ લીલોતરી હતી પણ જમીનની અંદર કંઈક બીજું જ છુપાયેલું હતું પોલીસે જ્યારે ત્યાં ખોદકામ શરૂ કર્યું ત્યારે અધિકારીઓ પણ ચોપકી ગયા જમીનની નીચેથી એક પછી એક કોથડાઓ અને ટ્રોલી બેગ નીકળવા લાગી આ બધી જ બેગ અને કોથડામાં રૂપિયા હતા
જ્યારે આ આખી રકમ ગણવામાં આવી ત્યારે આંકડો 2 કરોડ 24 લાખ રૂપિયા પર પહોંચ્યો. સૌથી નવાઈની વાત એ જ છીએ કે આ બધી જ નોટો 500 રૂપિયાની હતી. પોલીસના જવાનો આ કોથડાઓ ખભા પર ઉચકીને જતા જોવા મળ્યા હતા. આ આખી વાતની શરૂઆત મંગળવારે થઈ હતી. પોલીસે દીપાંકર ભટ્ટાચાર્યના ઘરે દરોડો પાડ્યો હતો. તેમના ઘરેથી 80 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા એટલું જ નહીં કુદરતી હોનારતો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આશ્રે 4000 પ્લાસ્ટિકની તાળપત્રી પણ મળી આવી હતી. આ ધરપકડ બાદ કોર્ટે તેમને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા જેલના સળિયા પાછળ પહોંચતા જ પોલીસે પૂછપરચ શરૂ કરી કડક પુષ્પરજ સામે દીપાંકર વધારે સમય ટક્યા નહીં અને તેમણે પોતે જ જમીનમાં દટાયેલા આ ખજાનાનું સરનામું આપી દીધું તેઓ પોતે પોલીસને એ ક્ષણના ખેતરમાં લઈ ગયા અને આંગળી ચીંધીને એ જગ્યા બતાવી જ્યાં રૂપિયા દાંટેલા હતા આ ઓપરેશન એટલું મોટું હતું કે પોલીસે આસપાસના ખેતરોમાં બીજું કંઈ છુપાવ્યું છે કે નહી તે જોવા માટે આકાશમાં ડ્રોન પણ ઉડાડ્યા હતા સુરક્ષા માટે આખા વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ તેનાત કરવામાં આવી હતી આ નોટોની સાથે સાથે બેગમાંથી કેટલાક ખૂબ જ મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે જે ઘણા મોટા રહસ્યો ખોલી શકે છે બરાબર આવી જ એક બીજી ચોકાવનારી ઘટના પણ સામે આવી છે
જે સાંભળીને તમે આશ્ચર્યમાં પડી જશો આ વખતે રડારમાં આવ્યા છે ત્રિણમલ કોંગ્રેસના જિલ્લા પરિષદના સભ્ય અજીત જીત સાહા મંગળવારે રાત્રે પોલીસે એક મોટું ઓપરેશન પાર પાડીને અજીત શાહા અને તેમના ભાઈ સુજીત કુમાર શાહાની દરપકડ કરી લીધી છે પોલીસે જ્યારે તેમના ઘરે દરોડો પાડ્યો ત્યારે ત્યાંનો નજારો જોવા જેવો હતો ઘરમાંથી માત્ર પૈસા જ નહીં પણ હથિયારોનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ત્યાંથી એક પિસ્તલ એક એરગન અને મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા ઘરમાંથી 27 લાખ રોકડા રૂપિયા પણ મળી આવ્યા હતા આ વાત અહીં જ પૂરી નથી થતી આ નેતાના ઘરેથી વિદેશી દારૂની 52 જેટલી બોટલો પણ મળી આવી છે જે પોલીસે કબ્જે કરી લીધી છે. ત્રિણમૂલ કોંગ્રેસના પકડાયેલા ધન કુબેરોનું લિસ્ટ આટલેથી પૂરું નથી થતું પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં ત્રણમૂલ કોંગ્રેસના નેતા શમીમ અહેમદના ઘરે હાલમાં પોલીસ પહોંચી હતી. બીજેપીના નેતાના ઘર પર બોમ્બ મારો અને રમખાણોમાં સંડોમણીના આરોપની તપાસ કરવા પોલીસ શમીમના ઘરે પહોંચી હતી તપાસ દરમિયાન પોલીસને સીડીઓ વડે નીચે જવાનો એક ગુપ્ત રસ્તો મળ્યો જ્યારે પોલીસ ટીમ નીચે ઉતરી ત્યારે બધા જ દંગ રહી ગયા અહીં એક અત્યંત ભવ્ય ભોયરું જોવા મળ્યું આ કોઈ સામાન્ય ભોયરું નહતું પણ જાણે કોઈ મોંઘી હોટેલનો લક્ઝરી સૂટ હોય તેવું સર્જાયેલું હતું ભોયરામાં એસી ફ્રેજ અને ચો તરફ સીસીટીવી કેમેરા લાગેલા હતા ત્યાં લાખોની કિંમતના બેડ મોંઘા ગાદલા અને કિમતી શોપીસ જેવી મોંઘી દાઢ ચીજ વસ્તુઓ મળી આવી છે નવાઈની વાત તો એ છે કે બેડ પર સોનાનું ઝડતર કામ કરેલું હોવાનું પણ સામે આવ્યું દરોડા સમયે શમીમ અહેમદ ઘરે હાજર નહોતા
આટલી ભવ્યતા અને અઢળક સંપત્તિ જોઈને પોલીસ પણ અચંભામાં છે કે આટલી સંપત્તિ તેમની પાસે આવી ક્યાંથી થોડાક દિવસો બાદ શમીમ મુંબઈથી પકડાઈ ગયા છે પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યારે અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને આ કડીમાં હવે એક નવો રોમાંચક અધ્યાય ઉમેરાયો છે ગુરુવારે સવાર સવારમાં પોલીસનો મોટો કાફલો આ પહેલાની ત્રણ કોંગ્રેસની સરકારના રાજ્ય પરિવહન મંત્રી દિલીપ મોંડલના ઘરે ત્રાટક્યો હતો માત્ર 100 મીટરના અંતરે આવેલા તેમના બે આલીશાન મહેલ જેવા ઘરો પર પોલીસે સવારથી જ ધામા નાખ્યા હતા જ્યારે તપાસ અધિકારીઓ આ વૈભવી વી સામ્રાજ્યની અંદર પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ સામાન્ય માણસ વિચારી પણ
ના શકે તેવી લક્ઝરી ત્યાં જોવા મળી રહી હતી બંગલાના કમ્પાઉન્ડમાં શાનદાર સ્વિમિંગપૂલ સુંદર બગીચાઓ મોંઘી દાટ વિદેશી ગાડીઓ અને કૃત્રિમ ફુવારાઓ ગોઠવાયેલા હતા એટલું જ નહીં પણ ત્યાં વિદેશી પ્રજાતિના મોંઘા કુતરાઓ કાકાતૌવા પક્ષીઓ અને પાંજરામાં પુરાયેલા આકર્ષક મેકાવ પોપટ પણ રાખવામાં આવ્યા હતા એક ભવ્ય પ્રવેશ દ્વારથી શરૂ થતા મોટા લોનવાળા મેદાનમાં સુશોભિત છોડ અને વાઘ તેમ જ હરણના પૂતળા જ મૂકેલા હતા જે આખા એસ્ટેટની શોભા વધારતા હતા. કમ્પાઉન્ડમાં લાકડાના હીંચકા ડિઝાઇનર ફર્નિચર અને એક અનોખી કૃત્રિમ ગુફા પણ મળી આવી છે જેની બનાવટ પાછળનો હેતુ અત્યારે પોલીસ શોધી રહી છે આ વૈભવ જોઈને હવે ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતના સવાલો પણ ઉઠવા લાગ્યા છે જો કે આ આખી વાતમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો તપાસ અધિકારીઓએ જ્યારે ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે ખબર પડી કે પોલીસના પગલા પડે એ પહેલા જ એટલે કે સવારે આશ્રેનવ વાગ્યે મોંડલ પાછળના દરવાજેથી રફુચક્કર થઈ ગયા હતા. પોલીસની ટીમમાંથી જ કોઈએ મોંડલને જાણ કરી હોવી જોઈએ.
હજી તો આ શરૂઆત છે. કેમ કે પોલીસ આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઈડી ઘણા કેસોની તપાસ કરી રહી છે. હવે જરા મમતા બેનર્જીની સરકાર પર મૂકવામાં આવેલા કૌભાંડોના આરોપો પર એક નજર કરીએ. પશ્ચિમ બંગાળના શિક્ષણ જગતને હચમચાવી નાખનારું કૌભાંડ સામે આવ્યું છે જેને શિક્ષક ભરતી કૌભાંડ તરીકે ઓળખવામાં આવે છે એવો આરોપ છે કે 2016 માં સ્કૂલ સર્વિસ કમિશન દ્વારા શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયામાં બહુ મોટી ગેર રીતિઓ આચરવામાં આવી હતી. આ ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોને બાજુ પર મૂકીને માત્ર રોકડા રૂપિયાની લાંચ લઈને નોકરીની લાહણી કરવામાં આવી રહી હતી આ કાળા કારોબારમાં તૃણમૂલ કોંગ્રેસના પાર્થો ચટર્જી જેવા દિગ્ગજો સામેલ હોવાનો ગંભીર આક્ષેપ થયા હતા ભ્રષ્ટાચારની આ રમત જ્યારે હદ બહાર ગઈ ત્યારે મામલો કોર્ટના દરવાજે પહોંચ્યો. કોર્ટમાં જ્યારે આ મામલાની સોણાવડી થઈ ત્યારે ન્યાયતંત્ર પણ ચોકી ગયું હતું. કલકત્તા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ સમગ્ર પ્રક્રિયામાં વ્યાપક હેરફેર અને છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ નોંધ્યું હતું આ કૌભાંડ કેટલું મોટું હશે
તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે અદાલતે એક ઝાટકે 25,000 થી વધુ પણ સરકારી શિક્ષકોની નિમણૂક રદ્દ કરી નાખી હવે વાત કરીએ રેશનિંગ કૌભાડની જેમાં ગરીબો માટેનું અનાજ બ્લેક માર્કેટમાં વેચી દેવાયું હતું હજારો કરોડ રોડોના કોભાંડમાં ત્રણમૂલના મંત્રી જ્યોતિપ્રિય મલિકની ધરપકડ થઈ ચૂકી છે આવી જ એક બીજી મોટી રમત શારદા ચિટફંડ કોભાંડમાં રમાઈ રહી હતી જેમાં પોન્ઝી સ્કીમ દ્વારા હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાવી દેવામાં આવ્યા હતા આ મામલામાં તૃણમૂલના સાંસદો અને મીડિયા કનેક્શન ધરાવતા લોકોને બચાવવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જેના લીધે આ પહેલાની મમતા સરકારની ભાર ભારે ટીકા થઈ હતી ભ્રષ્ટાચારનો આવો જ એક લાઈવ નજારો 2016 ના નારદા સ્ટિંગ ઓપરેશનમાં જોવા મળ્યો હતો જેમાં પક્ષના મોટા નેતાઓ કેમેરા સામે જ લાંચ લેતા ઝડપાયા હતા આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો આવા તો બીજા અનેક કોભાંડો છે આખરે કૌભાંડો કરીને કુબેર બનનારાઓનો ભાંડો ધીમે ધીમે ફૂટી રહ્યો છે એટલે જ રેડ પડતી રહેશે જેની સાથે જ દિવાલો તોળાતી રહેશે ખેતરો રો ખેડાતા રહેશે અને કાળું નાણું બહાર આવતું રહેશે