આજકાલ ટેટુ બનાવવું એક ટ્રેન્ડ બની ગયો છે કોઈ શોખમાં બનાવે છે ત્યારે કોઈ ગમમાં બનાવે છે ખાસ કરીને લોકો એક બે ટેટુ બનાવે છે પરંતુ કેટલાક લોકોને ટેટુ બનાવવાનું ભૂત ચડી જાય છે એવાજ એક વ્યક્તિ છે જેણે પોતાના શરીરના 90 ટકા ભાગમાં ટેટુ દોરાવી લીધા છે ઈંગ્લેંડના શૈફિલના રહેવાશી 41 વર્ષના.
કૌરેક સ્મિથ 4 બાળકોના પિતા છે એમણે પોતાનું પહેલું ટેટુ ત્યારે બનાવ્યું જયારે તેઓ 18 વર્ષના હતા અત્યારે એમણે પોતાના શરીરમાં કેટલાય ટેટુ બનાવી લીધા છે એક વેબસાઈટના રિપોર્ટ મુજબ સ્મિથે પોતાના શરીર પર નાક અને મોઢાને છોડતા બધી જગ્યાએ ટેટુ બનાવ્યા છે એમનું કામ છે બાળકોની દેખભાળ કરવાનું.
એમના શરીર પર બનાવેલ ટેટુનો ખર્ચો લગભંગ 40 લાખ જેટલો થઈ રહ્યો છે એમણે જણાવ્યું કે ટેટુ દોરાવ્યા બાદ એમને કેટલીયે જોબની ઓફરો આવવા લાગી એક રિયાલિટી શોની ઓફર પણ આવી હતી કૌરેક સ્મિથ અત્યારે સોસીયલ મીડિયામાં ખુબ લોકોપ્રિય છે મિત્રો સ્મિથના આ શોખ પર તમે શું કહેશો.