Cli
માત્ર ચાર સેકન્ડમાં દાંતથી નારીયેળ છોલી દેતા આ ગુજરાતીની સામે ભલભલા મશીનો પણ ફેલ થઈ જાય છે, 100 વર્ષ જુની...

માત્ર ચાર સેકન્ડમાં દાંતથી નારીયેળ છોલી દેતા આ ગુજરાતીની સામે ભલભલા મશીનો પણ ફેલ થઈ જાય છે, 100 વર્ષ જુની…

Ajab-Gajab Breaking

આજકાલ આધુનિક યુગમાં ઘણા બધા મશીન આવી ચૂક્યા છે જે કામ માણસો કરતા હતા એ કામ હવે મશીન દ્વારા કરવામાં આવે છે પરંતુ આજે પણ એવા ઘણા બધા લોકો છે જેવો જૂની પરંપરા જૂના રીતે રિવાજ ને જાળવી રાખે છે અને પોતાની અનોખી કળાથી લોકોને મંત્રમુગ્ધ પણ બનાવી દે છે આવો ઘણા પ્રતિભાશાળી લોકો.

આકર્ષણનું કેન્દ્ર બની અને લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિયતા મેળવે છે આજકાલ જ્યારે ઇન્ટરનેટનો જમાનો છે ત્યારે એવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે જે જોત જોતા માં ખૂબ જ વાયરલ થઈ જાય છે એવું જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જમા આ ભાઈની કળા સામે.

ભલભલા મશીન ઠંડા પડી જાય છે માત્ર ચાર પાંચ સેકન્ડમાં આ ભાઈ પોતાના દાંતો વડે નારીયેળ છોલી ને કમાલ દેખાડી રહ્યા છે લોકોની આંખો પર વિશ્ર્વાસ થઈ રહ્યો નથી કે આ શું શક્ય હોઈ શકે પરંતુ આ મિત્રો આ ભાઈ ગુજરાતના છે નવસારીમાં હાર્ડવેર નો વ્યાપાર કરતા 40 વર્ષીય લક્ષ્મણ પુરોહિત ના દાંત એટલા મજબૂત છે.

તેઓ માત્ર ચારથી પાંચ સેકન્ડમાં પોતાના દાંત વડે ગમે તેવું નારિયેળ છોલી નાખે છે જ્યારે સામાન્ય લોકો હાથોથી પણ નારીયેળ છોલવામાં મુશ્કેલી અનુભવે છે ત્યારે લક્ષ્મણભાઈ હોળીના સમયમાં નારીયેળ છોલવા ની સ્પર્ધાઓ માં ભલભલા વ્યક્તિ ને પાછડ રાખતા જોવા મળે છે હવે નારીયલ છોલવો એ પણ એક પ્રકારની રમત છે.

અને આ રમત નો ઉદ્ભવ બનાસકાંઠા જિલ્લામાંથી થયો હતો આ રમતમાં અગિયારસથી લઈને હોળીના તહેવારો સુધી યુવાનો એકબીજાને અલગ અલગ પડકાર આપે છે અને નિર્ધારિત સમયમાં આ પડકારને પૂરા કરવાના હોય છે જેમાં ઝડપી નારિયેળ છોલવુ એ પણ એક જાતની રમત છે જેમાં લક્ષ્મણભાઈએ આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

સો વર્ષ પહેલાથી ચાલી આવતી આ રમત આજે પણ અકબંધ છે પુરોહિત સમાજ અને રબારી સમાજમાં આ પ્રકારની રમતો વધારે જોવા મળે છે હોળીના વિશેષ તહેવારોમાં સમાજના યુવાનો એકબીજાને પડકાર આપે છે જેમાં નારિયેળ હોમવું ફેંકવું અને છોલવું આ ત્રણ પ્રકારની રમતો જોવા મળે છે લક્ષ્મણભાઈ છેલ્લા 20 વર્ષથી આ રમતમાં.

મહારત હાંસિલ કરી ચૂક્યા છે આ રમત રમતા પહેલા તમારા દાંત મજબૂત હોવા જોઈએ હોઠ વચ્ચે ના આવી જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ મીડિયા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે તેઓએ માત્ર ચાર સેકન્ડમાં પણ નારિયેળ છોલેલું છે અગિયારસથી લઈને હોળીના તહેવારો સુધી આ રમત રમવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *