નવાઝુદ્દીન સિદ્દીકીએ ભારતના સૌથી મોંઘા શહેર મુંબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યું છે એજ મુંબઈ જ્યાં આજે પણ કેટલાક સ્ટાર ફ્લેટમાં રહે છે અને પુરી જિંદગી પોતાનુઁ ખુદનું ઘર નહીં ખરીદી શકતા એજ મુંબઈમાં સૌથી પોશ એરિયામાં નવાઝુદ્દીન સિદ્દીકીએ ખુદનું ઘર બનાવ્યું છે અહીં આ ઘર પિતાની યાદમાં બનાવ્યું છે.
એટલે આ ઘરનું નામ નવાબ રાખવામાં આવ્યું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની એક રીપોર્ટમૂજબ નવાઝુદ્દીન છેલ્લા ત્રણ વર્ષથી આ ઘરને બનાવી રહ્યા હતા પરંતુ એમણે કાનોકાન કોઈને એની ખબર ન પડવા દીધી તમે સમજી શકો છો મુંબઈમાં આ ઘરની કિંમત કેટલી હશે અત્યરે તો ફક્ત એ વાતનો અંદાજો જ લગાવી શકાય.
પરંતુ મુંબઈમાં જે રીતે જમીનના ભાવ છે તેના હિસાબે જમીન ખરીદીને ઘર બનવવામાં ઓછામાં ઓછા 200 કરોડ ખર્ચો લાગ્યો હશે છેલ્લા 20 વર્ષોથી બૉલીવુડ એક્ટરે એટલું આલીશાન ઘર ખુદ નહીં બનાવ્યું હોય તેઓ બનાવેલ ઘરજ ખરીદે છે પરંતુ નવાઝે ખુદથી શરૂથી અંત સુધી બનાવ્યું છે.
એટલે આ ઘરને બનાવવા માટે પાણીની જેમ પૈસા વહાવ્યા છે તમે વિચારો એક માણસ થોડા વર્ષો પહેલા એટીમમાં ગાર્ડની નોકરી કરતો હતો તેને મુંબઈના પોશ એરિયામાં કરોડોનું ખુદનું ઘર ઉભું કરી દીધું સાચે જ નવાઝુદ્દીને પોતાની મહેનતથી બીજા સ્ટારને બતાવી દીધું એક સમયે શકલના લીધે ફિલ્મોમાં સ્થાન ન મળતું તેઓ આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા.