ભારતીય સિનેમાનો શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચન માત્ર એક અભિનેતા નથી, પરંતુ એક યુગ છે. તેમના ડાયલોગ, અભિનય અને વ્યક્તિત્વ આજે પણ કરોડો ચાહકોના દિલમાં જીવંત છે. પરંતુ તમને ખબર છે કે અમિતાભની સાચી અટક “બચ્ચન” નથી?
હરિવંશરાય બચ્ચન – એક પ્રગતિશીલ કવિ અમિતાભના પિતા, પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચન, મૂળે “શ્રીવાસ્તવ” કુટુંબમાંથી આવતા હતા. તેઓ કાયસ્થ સમાજના હતા અને તેમની મૂળ અટક “શ્રીવાસ્તવ” હતી. પરંતુ હરિવંશરાયજી જાતિવાદ અને સમાજના ભેદભાવમાં માનતા ન હતા.
તેઓ માનતા હતા કે વ્યક્તિની ઓળખ એની પ્રતિભા અને કાર્યથી થવી જોઈએ, જાતિ કે અટકથી નહીં. આ વિચારોને કારણે તેમણે પોતાની અટક છોડીને પોતાના કાવ્યનામ “બચ્ચન” અપનાવ્યું, જેનો અર્થ છે – બાળકપણું, નિર્દોષતા અને સાદાઈ.
“શ્રીવાસ્તવ”થી “બચ્ચન” સુધીનો સફર જ્યારે અમિતાભનું જન્મ પ્રમાણપત્ર ભરવાનું આવ્યું, ત્યારે શાળામાં અટક તરીકે “શ્રીવાસ્તવ” લખવાની જગ્યાએ હરિવંશરાયજી એ પોતાનું સાહિત્યિક નામ “બચ્ચન” લખાવ્યું.એથી અમિતાભની અટક દસ્તાવેજોમાં “બચ્ચન” બની ગઈ.
શું અમિતાભની અટક ખરેખર “બચ્ચન” છે?હકીકતમાં અમિતાભની મૂળ અટક “શ્રીવાસ્તવ” છે, પરંતુ પિતાની વિચારસરણીને કારણે તેઓ આજે દુનિયા ભરમાં “અમિતાભ બચ્ચન” તરીકે ઓળખાય છે.આ ઘટના એ સાબિત કરે છે કે અટક કે જાતિ માણસની સફળતા નક્કી કરતી નથી.
સાચી ઓળખ પ્રતિભા, મહેનત અને મૂલ્યો પરથી જ બને છે.એક મોટો સંદેશ હરિવંશરાય બચ્ચનની આ નાની લાગતી પણ ક્રાંતિકારી પસંદગી એ સમયના સમાજને એક મોટો સંદેશ આપતી હતી.માણસને તેની કાબેલીયતથી ઓળખો, નહી કે તેના જાતિ-સમુદાયથી.