બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ સેલ્ફી ને લઈને લાઈમલાઈટમાં આવી ચુક્યા છે આ ફિલ્મ માં તેઓ ઈમરાન હાશ્મી સાથે દમદાર અભિનય સાથે દર્શકો ને મનોરંજન કરાવવા આવી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ સેલ્ફી ના પ્રમોશન સેટ પર તેઓ ઇમરાન હાશ્મી સાથે પહોંચ્યા હતા.
મિડીયા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે હું ઘણા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંકળાયેલો છું પહેલા ઓટોગ્રાફ આપતા હવે સેલ્ફી આપીએ છીએ અમે અમારા દર્શકો સાથે અમારા ચાહકો સાથે હંમેશા જોડાયેલા છીએ અને હું મારા ફિલ્મી કેરિયરમાં હંમેશા મારા
ચાહકોને નું મહત્વ આપતો આવ્યો છું.
દર્શકો ની સેલ્ફી એ ફિલ્મ બની અમે લાવ્યા છીએ જેને તમે જોવી પસંદ કરશો સાથે તાજેતરમાં બોયકોટ નો જે ટ્રેડ ચાલી રહ્યો છે એ વિશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પોતાના બયાનમાં પોતાના કાર્યકર્તાઓ ને ફિલ્મ વિશે ટીકા ટીપ્પણી કરવાની જે ના પાડી હતી એ વિશે અક્ષય કુમાર જણાવતાં.
કહ્યુ હતુ કે હવે મનોરંજન ક્ષેત્ર વધુ સ્વતંત્ર બનીને શ્વાસ લઈ શકે છે હકારાત્મકતા હંમેશા આવકાર્ય છે અને ખાસ કરીને જ્યારે આપણા વડાપ્રધાન કંઈક કહેતા હોય કારણ કે મને લાગે છે કે તેઓ ભારતમાં સૌથી મોટા પ્રભાવશાળી છે તે કંઈક કહી રહ્યો છે અને જો પરિસ્થિતિ બદલાશે તો તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારું રહેશે આ બદલવું જોઈએ.
વસ્તુઓ બદલવી જોઈએ કારણ કે આપણે ઘણું સહન કરીએ છીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા લોકો અમે બધા જ આવીએ ફિલ્મ માટે રાત દિવસ મહેનત કરીએ એડીટ થાય છે શુટ થાય છે આખરે સેન્સર બોર્ડ માં જાય છે અને લોકો બોયકોટ જણાવી વિરોધ કરે છે ખૂબ દુઃખ પહોંચે છે હું વિનંતી કરું છું આવું ના થાવુ જોઈએ.