સુરત: ગીતા જયંતી નિમિત્તે સુરત શહેરમાં 11 હજાર જેટલી ગીતાબહેનોને એકઠી કરવામાં આવી હતી. સુરત શહેર તેમજ ગુજરાત અને ભારતભરમાંથી અલગ-અલગ જગ્યાએથી ગીતાબેન નામની મહિલાઓને સુરત ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેમનું સન્માન કરી ગીતા જાગૃતિ માટેનો એક સંદેશ આપવામાં આવ્યો હતો. એટલે મોટી સંખ્યામાં ગીતાબેન નામની મહિલાઓ એક થતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.
સુરત શહેરમાં ગીતા જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરતના ગોપીન ગામ ખાતે એક ટ્રસ્ટ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેમાં એક જ નામની મહિલાઓ એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે પ્રકારનો રેકોર્ડ સુરતના નામે થયો હતો. ગીતા જયંતી હોવાથી સુરત શહેરમાં આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક ટ્રસ્ટ દ્વારા ગીતા જાગૃતિ અંગે લોકોને માર્ગદર્શન મળે તેમજ જાગૃતિ ફેલાય તે માટે સમગ્ર દેશ અને વિદેશમાં પણ ગીતા જયંતીના દિવસે ગીતા નામની મહિલાઓને એકઠા થવા માટે સુરત ખાતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં વિશ્વ રેકોર્ડ 2300 જેટલી મહિલાઓ એક જ નામની એક જ જગ્યાએ ભેગી થઈ હોવાનો બન્યો હતો. આ રેકોર્ડ સુરતમાં બ્રેક કરવામાં આવ્યો હતો અને 11 હજાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ એક જ જગ્યા પર એક જ સમયે ઉપસ્થિત થઈ હતી. જેથી આ વર્લ્ડ રેકોર્ડ સુરતના નામે થયો છે.
આ કાર્યક્રમમાં લોકોને ગીતાનું જ્ઞાન થાય અને તેમના પ્રત્યે જાગૃતિ વધે તે માટે થઈ અને આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 11 હજાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ તેમજ સુરત શહેરના મેયર સહિત નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ રેકોર્ડ સુરતના નામે રજીસ્ટર થયો છે.