બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ ની છાની માની તસવીર ખેંચવા પર બોલીવુડ ફિલ્મ અભિનેતા અને આલિયા ના પતિ રણબીર કપૂર ભડકી ઉઠ્યા છે રણબીર કપૂર નો ગુસ્સો એટલી હદે સામે આવ્યો છે કે તેને લીગલ એક્શન લેવાની ચીમકી ઉચ્ચારી છે અને આ મામલે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવા તૈયાર છે આ મામલે રણબીર કપૂર અને.
આલીયા ભટ્ટ બંને પોતાના વકીલ સાથે વાતચીત કરી રહ્યા છે થોડા સમય માં જ તેઓ આ મામલે ફરીયાદ નોધાવશે થોડા સમય પહેલા અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે એક ઘટના ઘટી હતી અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના ઘર ના બેઠક રૂમ માં બારી ની પાસે બેઠેલી હતી આલિયા ભટ્ટ પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી રહી હતી.
આ દરમિયાન કેટલાક ફોટોગ્રાફર દિવાલ પર ચડીને આલિયા ભટ્ટ ની તસવીરો ખેંચવા લાગ્યા અને આલિયા ભટ્ટની તેના ઘરમાં ખેંચેલી તસવીરો ને પોસ્ટ પણ કરી દીધી આલિયા ભટ્ટ ને એ વાતની ખબર પણ રહી નહોતી કે કોઈએ તેમની તસવીરો લીધી છે પરંતુ આ તસવીરો અચાનક જ આલિયા ભટ્ટ ની સામે આવી તો તેમના હોશ ઉડી ગયા હતા.
આલિયા ભટ્ટને એ વાતનો વિશ્વાસ આવી રહ્યો નહોતો કે કોઈ આવી રીતે પણ તેમની તસવીરો ખેંચી શકે છે આલિયા પટેલ પોતાની સાથે બનેલી આ ઘટનાનો મામલો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો ત્યારબાદ અનુષ્કા શર્મા અર્જુન કપૂર જેવા ઘણા બધા કલાકારો આલિયા ભટ્ટના સમર્થન માં આવ્યા હતા.
અને આ મામલો વિવાદાસ્પદ બન્યો કલાકારો ની પ્રાઈવસી ને પણ ના છોડતા ફોટોગ્રાફર વિરુદ્ધ કડક પગલાં ભરવા રણબીર કપૂર નો ગુસ્સો સામે આવ્યો છે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન રણવીર કપૂર એ જણાવ્યું હતું કે આ ખૂબ જ શરમ જનક ઘટના હતી પ્રાઇવેટ સ્થળ પર પહોંચીને આ પ્રકારના.
ફોટો લેવા કેટલી હદે યોગ્ય છે તમે મારા ઘરની અંદર શૂટિંગ કરી શકતા નથી મારા ઘરની અંદર જે કાંઈ પણ થાય છે તે શૂટ કરવાની પરવાનગી નથી તે મારું ઘર છે ત્યાં શૂટિંગ નથી થઈ શકતું અમે આવા તત્વોને જવાબ આપવા માટે કાયદાકીય પગલાંઓ ભરીશું આ વિશે મારે કાંઈ બીજું કહેવું નથી.
પરંતુ ખરેખર આ ઘટના ખુબ ખરાબ અને શરમજનક છે મિસ માલીની સાથે વાતચીત કરતા રણબીર કપૂરે આગળ જણાવ્યું કે અમે પેપરાજી ની ખુબ ઈજ્જત કરીએ છીએ અમારી દુનીયાનો પેપરાજી એક ભાગ છે તેઓ અમારી સાથે કામ કરે છે પરંતુ આ પ્રકારની ઘટના યોગ્ય નથી તમે પણ શરમ મહેસુસ કરો છો.
જો તમારી સાથે પણ કોઈ આ પ્રકારની ઘટના ને અંજામ આપે છ આ પ્રકારની તસ્વીરો ખેંચવી યોગ્ય નથી રણબીર કપૂર પહેલીવાર પોતાના ગુસ્સાને કાબુ ના કરી શક્યા અને મીડિયા સામે આવીને તેમને આ પ્રકારનું નિવેદન આપી એવા લોકો વિરુદ્ધ યોગ્ય કાનૂની પગલા લેવાની ચિમકી ઉચ્ચારી છે.