દુશ્મનને સીમા બહાર મોકલ્યા બાદ પણ જો ધ્યાન ન રાખીએ તો દુશ્મન ફરી આપણી સીમામાં પ્રવેશી હુમલો કરી શકે છે. સરહદ પર થતી લડાઈ વિશે આવું વાક્ય તમે ક્યારેકને ક્યારેક તો સાંભળ્યું જ હશે. પરંતુ હાલમાં આ વાક્ય સરહદના દુશ્મનને નહિ સ્વાસ્થ્યના દુશ્મનને એટલે કે રો!ગચાળાને લાગુ પડતું હોય તેવી સ્થતિ જોવા મળી રહી છે.
જેનું કારણ છે મહામારીની દેશમાં વાપસી. વર્ષ ૨૦૨૦-૨૧માં દેશમાં પ્રવેશેલ મહામારી એ દેશમાં કેટલો હાહાકાર મચાવ્યો હતો એ તો તમને યાદ હશે જ. હાલમાં આ જ મહામારીના કેસો ફરીવાર દેશના અલગ અલગ રાજ્યોમાં જોવા મળી રહ્યા છે વિગતે વાત કરીએ તો હજુ તો દેશભરમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં શિયાળાની સરખી શરૂઆત પણ થઈ નથી ત્યાં તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં મહામારીના કેસ સામે આવી રહ્યા છે.
હાલમાં જ ગુજરાતના અમદાવાદમાં મહામારીના કુલ ૧૨ કેસ મળી આવ્યા છે.અમદાવાદમાં પાછલા દિવસોમાં ૭કેસ નોંધાયા હતા. જે બાદ ગઈકાલે ફરી ૬કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે આ નવા કેસ થલતેજ, નવરંગપુરા અને નારણપુરામાં નોંધાયા છે. જેમાં ૩ પુરુષો અને ૩ મહિલા હોવાનું સામે આવ્યું છે આ તમામ લોકો યુએસે અને સિંગાપોર થી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમની ઉંમર ૨૫ થી ૬૦ વર્ષની છે હાલમાં આ તમામ દર્દી હોમ આઈસોલેશનમાં છે.
જોકે આરોગ્ય વિભાગનું કહેવું છે કે મહામારીના નવા વેરિયન્ટને કારણે હાલ સુધીમાં કોઈ ગંભીર ચિહ્નો સામે આવ્યા નથી.અત્યાર સુધી નોંધાયેલ કેસોમાં માત્ર શરદી, ખાંસી જ જોવા મળ્યા છે.ઉલ્લેખનીય છે કે, મહામારીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.