બુધવારે આઠ વાગે સવારે 11 વાગ્યાની આસપાસ તમિલનાડુના કુન્નડ નજીક એરફોર્સ નું હેલિકોપ્ટર ક્રેસ થતા પ્રથમ સીડીએસ બીપીન રાવત પત્ની મધુલિકા રાવત અને 11 સૈન્ય જવાનો મળીને કુલ 13 લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો હતો જેમાં ભારતમાં ઠેર ઠેર જગ્યાએ શોખની લાગણી વ્યક્ત કરી હતી.
ત્યારે અમદાવાદના ધારાસભ્યો શૈક્ષણિક સૈસ્થાઓ સામાજિક રાજકીય સંસ્થાઓ દ્વારા શોકની લાગણી વ્યક્ત કરી હતી શોશીયલ મીડિયા દ્વારા દેશભક્તિનું અનોખું ઉદાહરણ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જોવા મળ્યું હતું નવરંગ પુરા પોલીસ સ્ટેશન સામે ફૂટપાથ પર એક મોચીએ ફૂટપાથ પર જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ખુરસી પર બિપિન રાવતનો ફોટો મૂકીને અગરબત્તી પ્રગટાવી હતી અને રસ્તા પર પસાર થતા લોકોએ પણ જનરલ રાવત સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પસાર થતા અનેક નાગરિકોએ ખર્ચ આપવાનો આગ્રહ કર્યો હતો લોકો ફોટો પર રૂપિયા મુકવા જતા હતા પણ દિલના અમિર મોચીએ કંઈક એવો જવાબ આપ્યો.
મોચીએ નાગરિકોને કહ્યું હતું ભાઈ એટલા તો કમાઈ લવ છુંકે દેશના વીરો માટે વાપરી શકું તો આજે એક મોચીએ દિલને છૂઈ જાય તેવો જવાબ આપ્યો હતો આ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે ભારતના શહીદોને સત સત નમન અને આના વિશે તમારે શું કહેવું છે મિત્રો કોમેંટ કરીને કહી શકો છો