શું તમને પણ અવનવા કપડા પહેરવાનો શોખ છે? શું તમે પણ દર બે મહિને તમે કોઈ નવી ડિઝાઇન ના કપડા લાવી શકો? પરંતુ બજેટ સાથ નથી આપતું? તો આજનો આ લેખ તમારા માટે છે. આજના આ લેખમાં અમે તમને એક એવી સુપર માર્કેટ વિશે જણાવીશું જ્યા તમે કુર્તી કે ડ્રેસ બનાવવા માટે સસ્તા ભાવે કાપડ ખરીદી શકશો ખાસ વાત તો એ છે કે આજે અમે જે જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે જગ્યા આપણા ગુજરાતમાં જ છે.તો ચાલો જાણીએ આ અનોખા કાપડના સુપર માર્કેટ વિશે.
સૌપ્રથમ વાત કરીએ આ સુપર માર્કેટ ક્યાં આવેલું છે તે વિશે તો આ સુપર માર્કેટ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલું છે. અહી આવેલ રામરાજ્ય નગર, બીઆરટીએસ સ્ટેન્ડની પાસે નેશનલ હાઇવે નંબર ૮ પર તમને આ સુપર માર્કેટ જોવા મળી રહે છે અહીં મળતા કાપડની કિંમત શું છે? વાત કરીએ કિંમત વિશે તો અહી આવેલ કાપડના ઢગલામાં તમને ૨૦ થી ૪૦ રૂપિયે ૧૦૦ ગ્રામની કિંમતમાં કાપડ મળી રહે છે અને તે પણ જોઈએ તેવી ડિઝાઇન અને કલર સાથે.
અહીંના માર્કેટમાં તમને ચેક્સ, લાઈનિંગ વગેરે ડિઝાઇન વાળાં કાપડના તાકા મળી રહે છે જેમાંથી તમે તમારી જરૂરિયાત મુજબનું કાપડ લઈ કુર્તી, ડ્રેસ , શર્ટ વગેરે બનાવી શકો છો.આ ઉપરાંત અહી ખોળ માટેનું કાપડ પણ મળી રહે છે હવે વાત કરીએ શું અહી માત્ર આવા કાપડ જ મળે છે? તો ના, અહી અલગ અલગ પ્રકારના કચ્છી ભરત, પટોળા ભરત, જેવા ઓઢણાં અને અલગ પ્રકારની સાડી પણ મળી રહે છે. અને જો તમે નવરાત્રી કે લગ્ન માટે કોઈ ગામઠી ચણિયાચોળી કે અન્ય વસ્તુ બનાવવાનો વિચાર કરતા હોય તો તે માટે અહી તમને માત્ર ૧૫૦ થી ૩૫૦ રૂપિયામાં કાપડ મળી રહે છે.
સાથે જ અહી ચણીયા બનાવવા માટે ડિઝાઇનર કાપડ પણ ૩૦૦ રૂપિયા સુધીમાં મળી રહે છે.ટુંકમાં તમારે કુર્તી,ડ્રેસ શર્ટ કે ચણિયાચોળી કોઈપણ વસ્તુ માટે કાપડ જોઈતું હોય અમદાવાદ નું આ માર્કેટ તમારા માટે ખજાના રૂપ સાબિત થઈ શકે તેમ છે. તેમાં પણ જો તમે સિલાઈ કામ કરતા હોય તો તમે ન માત્ર તમારી માટે પરંતુ બીજા લોકો માટે પણ સસ્તા ભાવમાં ડ્રેસ તૈયાર કરી ઊંચી કિંમત મેળવી શકો છો.